- છત્રાલમાં હિન્દુ સંગઠન દ્વારા કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન
- પોલીસે કલેકટર કચેરી બહાર તમામની કરી અટકાયત
- બાબાસાહેબ આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી
ગાંધીનગર:ગાંધીનગર કલેકટર (Gandhinagar collector) કચેરી બહાર હિન્દુ સંગઠન (Hindu Organigation) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે, છત્રાલમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય(Muslim community)ને પ્લોટ ફાળવવામાંં આવ્યો છે. આ બાબતે આ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર તેમને આ પહેલા આંબેડકર હોલ બનાવવા માંગણી કરી હતી. જેથી ત્યાં આંબેડકર હોલ અને આ બાબતે તેમને જયશ્રી રામના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ફાળવેલા પ્લોટ રદ્દ કરવામાં નહીં આવે તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી
કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા કલોલના બજરંગદળ (Bajrang Dal) સંયોજક જતીન નાડીયાએ કહ્યું કે, કલેકટરને વારંવાર આ પ્લોટ આંબેડકર હોલ બનાવવા માટે માંગણી કરી હતી. પરંતુ તેમને લઘુમતીનેે આપવામાં આવ્યો હતો. પહેલા આ પ્લોટ માટે અમે માંગણી કરી હતી. આ પ્લોટ વિધર્મીને આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો છતાં આ પ્લોટ અમે કરેલી માંગણી આધારિત ફાળવવામાં આવ્યો નથી. જે પ્લોટ લઘુમતીને ફાળવવામાં આવ્યો છે તે રદ કરવામાં નહીં આવે તો અમે સ્થળ પર જઈને ઉગ્ર આંદોલન કરીશું.