- MLA જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓ સામે ચાર્જફ્રેમ દાખલ કરાઈ હતી
- મહેસાણા ખાતે 2017માં મંજૂરી વિના 2017માં રેલી યોજી હતી
- સરકાર સામે વિરોધ નોંધાવી યોજી હતી આઝાદી કૂચ રેલી
ન્યૂઝ ડેસ્ક :શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદી કૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી( MLA Jignesh Mevani ), કનૈયાકુમાર (Kanhaiya Kumar) અને NCP નેતા રેશ્મા પટેલ સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જશીટ કરી હતી.
12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ
આ તકે રેશ્મા પટેલના વકીલ એમ. એન. મલીકે જણાવ્યું હતું કે, 12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 10 આરોપી સામે ચાર્જફ્રેમ થયો છે, જ્યારે કનૈયાકુમારને સમન્સની બજવણી થઇ રહી ન હતી. તે દરમિયાન તેમની વિરુદ્ધ કલમ 299 મુજબ કેસ અલગ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.