ગાંધીનગર:પાટણના હારીજ તાલુકામાં ચણાની ખરીદી (Chickpea scam) પર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ખેડૂતઓ ચણાનું વાવેતર કરતા નથી, છતા 60-70 લાખની ખેડૂતના માટે ખરીદી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. જે પણ આ કૌભાંડરમાં સંકળાયેલ હશે તેમની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગણી કરી છે.
પાટણ જિલ્લામાં ચણાની ખરીદીમાં કૌભાંડ, કૃષિ પ્રધાને તાપસનો આપ્યો આદેશ આ પણ વાંચો:મગફળી કૌભાંડઃ જુઓ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું?
કૌભાંડમાં સામેલ તમામ આરોપી સામે થશે કાર્યવાહી :તલાટી અને અધિકારી ભેગા મળીને ખેડૂતના નામે ખોટી એન્ટ્રી પાડવામાં આવે છે. જેમાં ખેડૂતના નામે ચણાની ખરીદી (Chickpea scam) બરોબર કરવામાં આવે છે. આ કૌભાંડમાં સામેલ તમામ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગણી કરી છે. તેમજ હારીજ તાલુકાના ખેડૂતઓએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ફોનમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 4 ,5 વર્ષથી એક પણ ખેડૂતે ચણાનું વાવેતર કર્યું નથી. છતા 60-70 લાખની ચણાની ખરીદી કેમ થાય છે.
આ પણ વાંચો:મગફળી કૌભાંડ : ગાંધીનગરથી તાપસના આદેશ, ફરી મગફળીનું વજન કરાશે
કૃષિ પ્રધાને તપાસના આદેશ આપ્યા :કોંગ્રેસ કૃષિ પ્રધાન રાઘવજી પટેલને જાણ કરી હતી કે, હારીજના આજુબાજુના ગામોમાં ચણાનું વાવેતર (Chickpea scam) કરવામાં આવતું નથી, જે વાવેતર થાય છે તે હારીજ અને સમીની વચ્ચે કરવામાં આવે છે. જેમાં ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ બાદ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે પણ આ કૌભાંડરમાં સંકળાયેલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.