ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. વિવિધ રાજકીય પક્ષોને મળ્યા છે. તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસમાંથી સમય કાઢીને ભાજપના પ્રદેશ કાર્યાલય (BJP State Office Kamalam) પહોંચ્યા છે. અને ભાજપ પ્રદેશ પ્રભારી (BJP state in charge) રત્નાકરજી, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે બપોરે અચાનક ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી આ ચર્ચા વિરોધીઓની સ્ટ્રેટેજીનો તાગ મેળવ્યોગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંતમાં આવશે, તેવું અનુમાન ગઈકાલે સી આર પાટીલે વ્યક્ત કર્યું હતું. તે વચ્ચે આજે અમિત શાહ, CR પાટીલ, રત્નાકરજી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મેરેથોન બેઠકમાં ચર્ચા થશે. ચૂંટણીમાં ભાજપ કઈ સ્ટ્રેટેજી (BJP Election Strategy) સાથે આગળ વધશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર (Aam Aadmi Party Election campaign) અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ( Congress Election campaign), વિરોધીઓની સ્ટ્રેટેજીનો તાગ મેળવીને ચર્ચા કરશે.
ગેરંટી અને વચનોની પ્રજા પર કેટલી અસર? આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવીને ગુજરાતની પ્રજાને ગેરંટીઓ પર ગેરંટીઓ (Aam Aadmi Party Guarantees to Gujarat people) આપીને ગયા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી 8 વચન આપીને ગયા છે. ત્યારે હવે ભાજપ આ આમ આદમી પાર્ટીની ગેરંટીઓ અને કોંગ્રેસના વચનો સામે કેવો પ્રચાર કરશે. તે સ્ટ્રેટેજી નક્કી કરશે. અમિત શાહ ચૂંટણી જીતવાના માસ્ટર માઈન્ડ ગણાય છે. હવે પછી ગુજરાતમાં ભાજપ શું સ્ટેન્ડ લેશે, તેના પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેજરીવાલની આક્રમક સ્ટ્રેટેજીઆમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર, રીક્ષાવાળાના ઘેર કેજરીવાલ જમવા ગયા અને દલિત સમાજનો યુવક પરિવાર સાથે દિલ્હીમાં કેજરીવાલનાઘેર જમવા આવ્યો. આ બધી ઘટના અને અરવિંદ કેજરીવાલની આક્રમક સ્ટ્રેટેજીની પ્રજાના માનસ પર શું અસર થઈ છે, તેનો પણ ભાજપ અભ્યાસ કરશે, તે વાત નક્કી છે.
ચૂંટણી જીતવાના માસ્ટરપ્લાનઅમિત શાહ સાથેની બેઠકમાં ભાજપ હવે શું સ્ટેન્ડ લેશે અને કેવી રીતે ચૂંટણી પ્રચાર કરશે. તેના પર ચર્ચા થઈ હોવાની શક્યતા છે. તેમજ કાર્યકરોને પ્રજા વચ્ચે જવા માટે શું ટિપ્સ આપવી તેની ચર્ચા થઈ છે. તેમજ સરકાર અને સંગઠન સાથે મળીને ચૂંટણી જીતવાનો માસ્ટર પ્લાન (Master plan to win elections in Gujarat) બનાવે તે અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.