ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય આરોગ્યવિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે વિડીઓ કોન્ફરન્સ યોજી, ઇન્જેક્શન બાબતે આપ્યાં સૂચન - Central health Team

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારની અરજી બાદ કેન્દ્રીય આરોગ્ય તેમ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે હતી. આજે કેન્દ્રીય આરોગ્ય ટીમે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. હવે કોરોના દર્દીને આપવામાં આવતાં ઈન્જેકશન બાબતે પણ કલેકટર અને સૂચનાઓ આપી હતી.

કેન્દ્રીય આરોગ્યવિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે વિડીઓ કોન્ફરન્સ યોજી, ઇન્જેક્શન બાબતે આપ્યાં સૂચન
કેન્દ્રીય આરોગ્યવિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે વિડીઓ કોન્ફરન્સ યોજી, ઇન્જેક્શન બાબતે આપ્યાં સૂચન

By

Published : Jul 18, 2020, 4:47 PM IST

ગાંધીનગર : વિડીયો કોન્ફરન્સ બાબતે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની કેન્દ્રીય ટીમ દ્વારા આજે સવારે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ટીમને વાકેફ કરવામાં આવ્યાં હતાં. સાથે જ સંક્રમણ ઘટાડવા માટે જિલ્લા લેવલે કયા કયા પગલાં લેવામાં આવી રહ્યાં છે, માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં કઈ રીતની વ્યવસ્થાઓ છે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય ટીમ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને covid-19 સંક્રમણ ઘટે તે માટેની પણ અમુક સૂચનાઓ આપવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્યવિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે વિડીઓ કોન્ફરન્સ યોજી, ઇન્જેક્શન બાબતે આપ્યાં સૂચન
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના મહત્વપૂર્ણ માનવામાં આવતા ઇન્જેક્શન બાબતે પણ રાજ્યના ડોક્ટરોને સૂચન કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે ડોક્ટરો દ્વારા ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની પણ વાતો સામે આવી રહી છે ત્યારે દર્દીને કઈ રીતે ઇન્જેકશન આપવું તે અંગેની પણ માહિતી આપી હતી. જ્યારે કોઈપણ પોસ્ટ મીટીંગ ન હોય ત્યારે જ ઇન્જેક્શન આપવાની પણ કેન્દ્રીય આરોગ્ય ટીમે સલાહ આપી છે.
કેન્દ્રીય આરોગ્યવિભાગે તમામ જિલ્લા કલેકટર સાથે વિડીઓ કોન્ફરન્સ યોજી, ઇન્જેક્શન બાબતે આપ્યાં સૂચન

ABOUT THE AUTHOR

...view details