ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) માટે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ (Gujarat Election Preparations by Political Parties) શરૂ કરી દેવામાં આવી છે. હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યાંથી એ ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર (Gujarat District Collectors) અને તમામ જિલ્લાના પોલીસ (Gujarat District Police) તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાશે.
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે બેઠકગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના તૈયારીના (Gujarat Assembly Election Preparations) ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની મુલાકાતે (Central Election Commission visit Gujarat) આવનાર છે. અમદાવાદમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજવામાં આવશે. ગુજરાતના તમામ જીલ્લા કલેકટર અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ (Central Election Commission team) મુલાકાત કરવાની છે. આ બેઠક દરમિયાન સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા (System of District Administration) અંગેની સમીક્ષા કરશે.