વસ્તી ગણતરી બાબતે ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસ્તી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસ્તી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર 10 વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસ્તી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે.
રાજ્યમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી વસ્તી ગણતરી, પ્રથમ તબક્કાની કામગીરી સપ્ટેમ્બર-2020 સુધી - મોબાઈલ એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરી
ગાંધીનગર: ભારતની વસ્તી ગણતરી 2021ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસ્તી ગણતરી 2021એ વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી છે. ગજરાતમાં આ વસ્તી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પ્રથમવાર વસ્તી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આગામી 2021ની વસ્તી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદી કરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસ્તી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસ્તી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે.
ગુજરાતમાં હાથ ધરાનાર વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું આયોજન 18 થી 23 નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે કરાયું છે, જેનું ઉદ્ઘાટન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નર અને સ્ટેટ કો-ઓર્ડિનેટર (સેન્સસ) આર.જે. માંકડિયાએ કર્યું હતું.