ગુજરાત

gujarat

ETV Bharat / city

શિવાંશના દસ મહિના પૂરા થતા કેક કાપી સેલિબ્રેશન કરાયા બાદ શિશુ ગૃહ મોકલાયો - Shivansh was sent to the nursery

સિવિલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં શિવાંશની સાર સંભાળ 8 ઓક્ટોબરથી રાખવામાં આવી રહી હતી. આજે તેના 10 મહિના પૂરા થતા કેકે કાપી સેલિબ્રેશન કરાયું હતું. જેમાં ખાસ તેના ફોટા સાથેની કેક તૈયાર કરાઈ હતી. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ શિવાંશને મોડી સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી ઓઢવ શિશુગૃહ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. શિવાંશના અને તેના પિતા સચિન દીક્ષિતના DNA ટેસ્ટ કરવામાં આવશે. આ બધા વચ્ચે શિવાંશનું શું ? તેને લઈને પણ અનેક સવાલો છે.

Celebrate cutting cakes for Shivansh
Celebrate cutting cakes for Shivansh

By

Published : Oct 10, 2021, 10:15 PM IST

  • ત્રીજા દિવસે શિવાંશને શિશુગૃહમાં મોકલાયો
  • માતાના મૃત્યુ બાદ પિતા જેલમાં હવે શિવાંશનું શું ?
  • મોડી સાંજે સિવિલથી ઓઢવ શિશુગૃહ લઈ જવાયો

ગાંધીનગર: શિવાંશને નોંધારી હાલતમાં મૂકીને સચિન દીક્ષિત 8 તારીખે રાત્રે પેથાપુરથી ભાગી ગયો હતો, ત્યારે સૌ કોઈને એક જ સવાલ થતો હતો કે આ બાળક કોનું હશે ? તેના પિતા મૂકી ગયા છે તો માતા ક્યાં છે ? જો બન્ને મળી જાય છે તો બાળકને ક્યારે સ્વીકારવામાં કરવામાં આવશે, સ્વીકારવામાં આવશે કે નહીં, બાળક ફરી તેના ઘરે પરત ફરશે કે નહીં અનેક પ્રકારના સવાલો હતા પરંતુ એમાં કંઈ પણ શક્ય બની શક્યું નથી. આ બધા સવાલો વચ્ચે શિવાંશને ત્રીજા દિવસે ઓઢવ શિશુગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. કેક કાપી ત્યારે કોને વિશ્વાસ હશે કે તેની માતા જીવિત જ નથી. આગામી સમયમાં જલ્દી જ શિવાંશના ભવિષ્યને લઇને નિર્ણય લેવામાં આવશે. કેમકે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 190 જેટલા લોકોએ તેને દત્તક લેવા માટે ફોન કર્યો હતો.

શિવાંશના દસ મહિના પૂરા થતા કેક કાપી સેલિબ્રેશન કરાયા બાદ શિશુ ગૃહ મોકલાયો

શિવાંશને 10 મહિના થતા સિવિલ હોસ્પિટલમાં કેક કાપવામાં આવી

શિવાંશ 11 મહિનાનો થતા તેની સાથે રહેલા મહિલા કોર્પોરેટર દિપ્તીબેન તેમજ સિવિલના અન્ય સાથે મળી શિવાંશના દસ મહિના થતા કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. આજના દિવસે નવો મોટો ઘટસ્ફોટ શિવાંશની માતાને લઈને થયો છે. જેમાં પિતાએ ખુદ માતાનું મર્ડર કરી દીધું છે. મહેંદી અને સચિનના પુત્રને 10 મહિના થતા એક લગાવના ભાગરૂપે સિવિલમાં કેક કાપી સેલિબ્રેશન કરાયું હતું. બીજી બાજુ હવે શિવાંશનું શું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

શિવાંશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી શિશુગૃહમાં મોકલાયો

આઠ તારીખે રાત્રે શિવાંશ રડતી હાલતમાં પેથાપુરમાં મૂકી દીધા બાદ ત્યારથી લઈને અત્યાર સુધી તેની સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક વિભાગમાં તેને રાખવામાં આવ્યો હતો. જ્યાં તેના બ્લડ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ સિવિલ તંત્રના જણાવ્યા અનુસાર તેના બ્લડના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. માતા અને પિતા બન્નેની ઓળખ થઈ પરંતુએ બન્નેની છત્રછાયા તે નાની ઉંમરે ગુમાવી ચુક્યો છે. જેથી તેને અત્યારે સિવિલ હોસ્પિટલથી ઓઢવ શિશુગૃહ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details