- મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પુરા થયા, થશે ભવ્ય ઉજવણી
- ''પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કાર્યક્રમો
- 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી
- વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવ્યું આમંત્રણ
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani)એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવ દિવસ ગુજરાત રાજ્યમાં ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આજે સંકુલ 1માં સરકાર અને સંગઠન વચ્ચે યોજાયેલી બેઠકમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કયા જિલ્લામાં કેવી રીતે આયોજન કરવું, ઉજવણી કઈ રીતે કરવી, તે બાબતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- 15 જૂને ભાજપ ધારાસભ્યોની યોજાશે બેઠક, સરકારની કામગીરીનું થશે પ્રેન્ઝટેશન
ક્યાં દિવસે ક્યાં કાર્યક્રમ
તારીખ | દિવસ |
1 ઓગસ્ટ | જ્ઞાનશક્તિ દિવસ |
2 ઓગસ્ટ | સંવેદના દિવસ |
3 ઓગસ્ટ | અન્નોત્સવ દિવસ |
4 ઓગસ્ટ | નારી ગૌરવ દિવસ |
5 ઓગસ્ટ | કિસાન સન્માન દિવસ |
6 ઓગસ્ટ | રોજગાર દિવસ |
7 ઓગસ્ટ | વિકાસ દિવસ |
8 ઓગસ્ટ | શહેરી જનસુખાકારી દિવસ |
9 ઓગસ્ટ | વિશ્વ આદિવાસી દિવસ |
- "જ્ઞાનશક્તિ દિવસ" નિમિત્તે જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ 12 હજાર જેટલા સ્માર્ટ કલાસનુ લોકાર્પણઃ શોધ યોજના હેઠળ 1000 જેટલા વિદ્યાર્થીઓને પી.એચ.ડીની સ્કોલરશીપનુ વિતરણ.
- "સંવેદના દિવસ’’ અંતર્ગત 433 જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન: મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે.
- "નારી ગૌરવ દિવસ’’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન કાર્યક્રમઃ દશ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે: એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ અપાશે.
- "કિસાન સન્માન દિવસ” અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના 125 જેટલા વિવિધ કાર્યક્રમો: રૂપિયા 79 કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમુહર્ત કાર્યક્રમો યોજાશે.
- વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતની જનતાને રૂપિયા 3,906 કરોડમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ અપાશેઃ વિકસા દિન નિમિત્તે શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ અને 100 ટકા રસીકરણ કરેલા ગામોનું સન્માન કરાશે.
- શહેરી જન સુખાકારી દિવસે રાજ્યના મહાનગરો-નગરોને કુલ રૂપિયા 5855 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહર્ત અને ગ્રાન્ટ વિતરણનો લાભ અપાશે.
- "વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજપીપળા ખાતે બિરસામુંડા આદિવાસી યુનિવર્સીટીનુ ખાતમુર્હુત કરાશેઃ 3000 આવાસોના હુકમો અપાશે તેમજ 20000 આદિવાસીઓને સહાય વિતરણ કરાશેઃ 5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે, અલગ અલગ થીમ પર થશે ઉજવણી.
“પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત યોજનાઓનો વ્યાપ રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને આ કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)એ નિમંત્રણ પાઠવ્યું છે.
કોરોના ગાઈડલાઇન્સથી થશે ઉજવણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)એ તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેર કાર્યક્રમમાં 400 લોકોને ભેગા કરવાની મંજૂરી આપી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે.
1 ઓગસ્ટ : જ્ઞાન શક્તિ દિવસ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 1 ઓગસ્ટના રોજ ‘જ્ઞાન શક્તિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો-કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય : રાજ્ય સરકાર
નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે
રૂપિયા 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂપિયા 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂપિયા 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે. શોધ યોજના અંતર્ગત 1000 પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે.
2જી ઓગસ્ટે ‘સંવેદના દિવસ’ની ઉજવણી
‘સંવેદના દિવસ’ ની ઉજવણી રાજકોટથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) અને સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન ઈશ્વર પરમાર ઉપસ્થિતિમાં કરવામાં આવશે. વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં 433 જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના 248 તાલુકા અને 156 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં 29 સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.
પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે
પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા માતા-પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. કોરોના કાળમાં માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકો અને તેમના વાલીઓ સાથે મુખ્યપ્રધાન રૂપાણી સહિત જિલ્લા સ્તરે પ્રધાનો ભોજન કરશે.
3જી ઓગસ્ટે ‘અન્નોત્સવ દિવસ’ ની ઉજવણી
“સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી (Vijay Rupani)અને અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાન જયેશભાઈ રાદડિયા પણ જોડાશે. વડાપ્રધાન મોદી પાંચ જિલ્લાઓના 5 વ્યાજબી ભાવોની દુકાન પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1250 કરોડ ફાળવ્યા
સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકો સહભાગી થશે
સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં 17 હજારથી વધુ વ્યાજબી ભાવોની દુકાનો, શાળાઓ અને ગ્રામ પંચાયતો પરથી અંદાજિત 4 લાખ 25 હજાર લાભાર્થીઓને 15 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને (3.5 કરોડની વસ્તી) વ્યક્તિદીઠ 5 કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકો સહભાગી થશે.