ગાંધીનગરઃ CBIએ ગાંધીનગરમાં IAS અધિકારી કે. રાજેશના ઘરે દરોડા પાડ્યા (CBI Raid at Gandhinagar IAS Officer) હતા. અત્યારે આ અધિકારી રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવે છે. જોકે, તેમની ઉપર બંદૂક લાઈસન્સમાં ગેરરીતિનો આક્ષેપ (Allegation of irregularities in gun licenses) હતો. ત્યારે દિલ્હીની CBIની ટીમે FIR થયા પછી મોડી રાત્રે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તો હવે કે. રાજેશના વતનમાં પણ તપાસ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મૂળ આંધ્રપ્રદેશના કે. રાજેશ વર્ષ 2011ની બેચના (CBI raid at IAS K Rajesh Home ) IAS અધિકારી છે.
કેન્દ્ર સરકારે વિવાદિત IAS-IPSની યાદી મગાવી કેન્દ્ર સરકારે વિવાદિત IAS-IPSની યાદી મગાવી - કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકાર પાસેથી વિવાદિત IAS અને IPS અધિકારીઓની યાદી મગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ મધ્યપ્રદેશમાં એક IAS અધિકારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાતના બે IAS અધિકારીના ઘરે અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે હવે સામાન્ય વહીવટી વિભાગના અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશની ઓફિસ અને ઘરમાં કેન્દ્રિય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશના ઘર અને ઓફિસે CBIના દરોડા કે.રાજેશસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર હતા -IAS અધિકારી કે. રાજેશની વાત કરીએ તો, તેઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર (Surendranagar former Collector K Rajesh) રહી ચૂક્યા છે અને જમીન કૌભાંડમાં પણ સંડોવાયેલા હોવાની વિગતો (K Rajesh Land Scam) સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા. ત્યારે એક નેતાના કહેવાથી કરોડોની જમીન અન્ય નેતાના નામે કરી હતી. જ્યારે આ જમીન બામણબોર નામના ગામની સીમમાં આવેલી હતી. તેમ જ આ જમીન દલિતોને (Surendranagar Land Scam) ફળવાયેલી હતી અને લગભગ 300 કરોડ રૂપિયાની (Allegation of irregularities in gun licenses) કિંમત હતી.
આ પણ વાંચો-Jamnagar LCB Raid: જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લ્બ પર LCB ટીમનો દરોડો
સુરેન્દ્રનગરનું કૌભાંડ સામે આવતા સાઈડ પોસ્ટિંગ મળી - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સત્તામાં સમગ્ર સુરેન્દ્રનગરનું જમીન કૌભાંડ (Surendranagar Land Scam) સામે આવ્યું હતું અને ત્યારે જ IAS અધિકારીઓની બદલી પણ થઈ હતી. ત્યારે આ બદલીમાં કે. રાજેશને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. તેમને સામાન્ય વહીવટી વિભાગમાં એક સામાન્ય પોસ્ટિંગ આપીને તેમને સાઈડ ટ્રેક કરવામાં આવ્યા હતા. આમ, જ્યાં સુધી કેસ ચાલતો રહ્યો. ત્યાં સુધી તેમનો સાઈડ પોસ્ટીંગ થયું અને હવે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે IAS અધિકારીને જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી રાજ્ય સરકાર મહત્વની જવાબદારી સોંપશે નહીં તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ પણ વાંચો-નીતિન ભારદ્વાજ પર 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનારા કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા સેશન્સ કોર્ટની નોટિસ
ACBમાં થઈ હતી અરજી -કે. રાજેશ વિરૂદ્ધમાં અગાઉ ACBમાં અરજી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે તપાસ કરી હતી, પણ હએ અચાનક જ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, આમ આજે કે.રાજેશ ના ઓફિસ અને ઘરે બન્ને જગ્યાએ કેન્દ્રિય એજન્સીઓ દ્વારા તપાસ (CBI Raid at Gandhinagar IAS Officer) હાથ ધરવામાં આવી રહી છે.
કે.રાજેશમૂળ આંધ્રપ્રદેશના-કે. રાજેશને પ્રોફાઈલની વાત કરવામાં આવે તો, તેઓ મૂળ આંધ્ર પ્રદેશના અને વર્ષ 2011ના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ કથિત રીતે જમીન સોદા કૌભાંડ, બંદૂક લાયસન્સ પરવાના વગેરેની લાંચ કેસમાં દિલ્હી EDમાં અરજી કરવામાં આવી હતી. જ્યારે મળતી માહિતી પ્રમાણે, કે. રાજેશના આંધ્રપ્રદેશમાં રાજનીતિમાં સારા સંબંધો છે.
રફીક મેમણ હતો કે. રાજેશનો વચેટિયો -સૂત્રોના મતે, IAS કે રાજેશના અંગત વ્યક્તિ રફીક મેમણની CBIએ ધરપકડ કરી છે. તે મૂળ સુરતનો છે. કે. રાજેશ પર મોટા પાયે લાંચ લેવાનો આક્ષેપ લાગ્યો છે. જ્યારે રફીક મેમણ વચેટિયાની ભૂમિકા ભજવતો હતો. CBIએ સુરત, ગાંધીનગર અને આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં પણ દરોડા પાડ્યા છે. તો હવે CBIની તપાસમાં મોટો ખૂલાસો થાય તેવી શક્યતા છે.