ગુજરાત

gujarat

ETV Bharat / city

CBI FIR : કે.રાજેશ પર થયેલ CBI ફરિયાદની કોપી, કેવી રીતે આચર્યું હતું માલામાલ કૌભાંડ - સીબીઆઈ એફઆઈઆર

ગુજરાતના આઈએએસ કે રાજેશની ગેરરીતિઓ (IAS K Rajesh Corruption case) સામે સીબીઆઈ દરોડા બાદ હવે એફઆઈઆર (CBI FIR) નોંધવામાં આવી છે. કઇ કલમો લગાવાઇ અને બીજી મહત્વની વિગતો (CBI Complaint Copy ) જાણવા વાંચો અહેવાલ.

CBI FIR : જૂઓ કે રાજેશ પર થયેલ CBI ફરિયાદની કોપી, કેવી રીતે આચર્યું હતું માલામાલ કૌભાંડ
CBI FIR : જૂઓ કે રાજેશ પર થયેલ CBI ફરિયાદની કોપી, કેવી રીતે આચર્યું હતું માલામાલ કૌભાંડ

By

Published : May 23, 2022, 9:08 PM IST

ગાંધીનગર : ભાજપની સરકારમાં છેલ્લા 27 વર્ષમાં એક પણ આઈએએસ અધિકારી પર કૌભાંડની કાર્યવાહી થઇ નથી. ત્યારે ભાજપ સરકારમાં પ્રથમ વખત સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર અને હાલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવ કે રાજેશ પર cbi કાર્યવાહી (IAS K Rajesh Corruption case)થઇ રહી છે. ત્યારે કે રાજેશે કરેલા ગેરકાયદે વહીવટ અને લાંચની તમામ વિગતો સીબીઆઈ દ્વારા એફઆઈઆર (Copy of CBI complaint against IAS K Rajesh Corruption case )નોંધવામાં આવી છે. કયા પ્રકારની એફ.આઇ.આર (CBI FIR) અને કયા મુદ્દાઓ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં (CBI Complaint Copy )ટાંકવામાં આવ્યા છે તે માટે જુઓ ઈટીવી ભારતનો આ અહેવાલ.

CBI Complaint Copy

કયા ગુના હેઠળ નોંધવામાં આવી FIR - કે રાજેશ સામે IPC 120B, 201,465,471, PC ACT 1988 SECTION 7, INFORMATION TECHNOLOGY ACT 2000 : સેકશન 43, 66 સાઇબર ક્રાઇમ, પબ્લિક સર્વન્ટ ઓબટેનિંગ undue advantage, ક્રિમિનલ કોન્સપ્રન્સી, using disappearance of evidence, using genuine forged document/electronic record અન્વયે IAS કે રાજેશ ભ્રષ્ટાચાર કેસ સામે CBI ફરિયાદની નકલ પ્રમાણે (CBI FIR) નોંધવામાં આવી છે.

CBI Complaint Copy

30 ડિસેમ્બરે થઈ હતી પ્રાથમિક તપાસ- સીબીઆઈએ એફઆઈઆર પ્રમાણે લેખિત ફરિયાદના (CBI FIR) આધારે ઉપર 30 ડિસેમ્બર 2021ના રોજ કે રાજેશની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ 19 ઓક્ટોબર 2021ના દિવસે રાજ્યના મુખ્ય સચિવ અને સામાન્ય વહીવટી વિભાગને ફોરવર્ડ કરાઇ હતી. જ્યારે આ જ ફરિયાદ કેન્દ્ર સરકારમાં પણ આપવામાં આવી હતી. જેમાં તેઓ સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર હોવાની લેખિતમાં (Copy of CBI complaint against IAS K Rajesh Corruption case )પણ જાણ કરાઇ હતી.

CBI Complaint Copy

આ પણ વાંચોઃ પૂર્વ કલેક્ટરના ઘર અને ઓફિસે CBIના દરોડા, કૌભાંડની મળી શકે છે લિન્ક?

કે.રાજેશે 271 આર્મ્સના લાયસન્સ ઇસ્યુ કર્યા- એફ.આઇ.આર (CBI FIR) પ્રમાણે જ્યારે કે રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન 271 લાયસન્સ ઇસ્યુ (IAS K Rajesh Corruption case)કર્યા હતાં. જેમાં 39 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં સુરેન્દ્રનગર એસપીનું નેગેટિવ માર્કિંગ કર્યું હોવા છતાં પણ કે. રાજેશ દ્વારા 39 જેટલા આર્મ્સ લાયસન્સ ગેરકાયદેે ઇશ્યૂ કરવામાં આવ્યા હતાં. આ લાયસન્સ ઇશ્યુ કરવામાં તેમણે પૈસાનો વહીવટ કર્યો હોવાનું પણ એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે. આ રીતે લાયસન્સ આપવા માટે એક લાઇસન્સના પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હોવાનું FIRમાં નોંધવામાં આવ્યું છે.

CBI Complaint Copy

બેંકમાં ખાતામાં થતો હતો હિસાબ- સીબીઆઈ એફઆરઆઈ (CBI FIR) પ્રમાણેકે રાજેશજ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ એક બેંકમાં કે જેનો ખાતા નંબર 30985004932 છે કે જેમાં અલગ અલગ પ્રકારના donation રિસિવ કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓ કંપનીઓ અને પેઢીઓ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનના નામે ડોનેશન (IAS K Rajesh Corruption case)સ્વીકારવામાં આવ્યા છે. જ્યારે આ પૈસા બંદૂકના લાયસન્સના હોવાનું પણ એફઆઇઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સરકારી જમીનની પણ લાંચ લેવામાં આવતી હોવાની પણ એફઆઇઆરમાં ફરિયાદ લેખિતમાં કરવામાં આવી છે. જ્યારે વનવિભાગની જમીનમાં વન વિભાગની પરમિશન વગર તેમાં પણ કાર્યવાહી કરી હોવાનું એફઆઈઆર નોંધવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ IAS કે રાજેશના વચેટિયા રફીકની ધરપકડ, અધિકારી સામે જાણો વર્ષોથી કોણ કરી રહ્યું હતું ફરિયાદ

સુરતમાં કરોડોની દુકાનો - ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કે રાજેશે બે દુકાનો પરચેસ કરી છે. જે પૈકી સુરતના નવા બની રહેલા કોમર્શિયલ કોમ્પલેક્સ સિલ્વર બિઝનેસ પોઇન્ટમાં આવેલું છે તેમાં 47,31,800 ની દુકાનની કિંમત બતાવવામાં આવી છે. પરંતુ માર્કેટ ભાવ કરતાં તેનો ભાવ ખૂબ જ નીચો બતાવવામાં આવ્યો છે. જ્યારે આ દુકાન ભાડે આપવામાં આવી છે. જેણે ક્યારેય પણ પોતાનો બિઝનેસ (IAS K Rajesh Corruption case)આ દુકાનમાં શરૂ કર્યો નથી. તેમ છતાં પણ સાડા પાંચ લાખ રૂપિયાનું ભાડું કે રાજેશને ચૂકવવામાં આવી રહ્યું છે. આમ કે રાજેશ જ્યારે સુરતના ડીડીઓ હતા તે સમયે દરમિયાન જ આ દુકાનો ખરીદી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details