ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સરકારી બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પસાર કર્યું હતું. જોકે, કોંગ્રેસ અને માલધારી સમાજે આ બિલનો વિરોધ (Protest for Cattle Control Bill) કર્યો હતો. તેવામાં આજે (ગુરુવારે) મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે એક કલાક બેઠક (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting)યોજાઈ હતી, જેમાં અત્યાર પૂરતું આ બિલ મોકૂફ રાખવાનો નિર્ણય (Cattle control bill postponed) કરવામાં આવ્યો છે.
માલધારીઓના વિરોધ વચ્ચે બિલ મોકૂફ - 31 ડિસેમ્બરે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી ઢોર નિયંત્રણ બિલ રજૂ કર્યું હતું. બહુમતીના જોરે આ બિલને પસાર કરવામાં આવ્યું હતું. જે દિવસથી આ બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું. ત્યારથી જ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ બિલનો વિરોધ (Protest for Cattle Control Bill) કરી રહ્યો હતો. તમામ જિલ્લામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 31 જેટલા માલધારીઓએ ઈચ્છામૃત્યુની અરજી પણ કરી હતી. તેવામાં આજે (ગુરુવારે) માલધારી સમાજના આગેવાનો દ્વારા યોજાયેલી બેઠકમાં (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting) સરકારે બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
સરકાર હવે સરવે કરશે - જોકે, હવે નિર્ણય બાદ રાજ્યમાં બિલ ક્યારે (Cattle Control Bill) લાગુ પડશે. તેની ચોક્કસ તારીખ અને સમય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ બિલ મોકૂફ (Cattle control bill postponed) રાખવામાં આવ્યું છે. તે જ સત્તાવાર જાહેરાત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ મોટા શહેરોમાં માલધારીઓના પરિવારનો એક સરવે કરશે. ત્યારબાદ શહેરની બહાર માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા થયા બાદ જ આ બિલનો ગુજરાતમાં અમલ થશે. તેવી વાત પણ માલધારી સમાજના આગેવાન રણછોડ રબારીએ જણાવી હતી.