ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના 13 જિલ્લામાં એક પણ કોરોનાનો નવો કેસ નહીં, 24 કલાકમાં 285 કેસો પોઝિટિવ આવ્યાં

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, જેથી રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકતા રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 285 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. તેમજ 13 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કોરોના ગુજરાત
કોરોના ગુજરાત

By

Published : Feb 11, 2021, 11:00 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 285 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં 2 લોકોના કોરોનાથી મોત
  • છેલ્લા 24 કલાકમાં 302 દર્દીઓને આપવામાં આવી રજા

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 285 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. તેમજ 13 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.66 ટકા થયો છે. જ્યારે ગુરૂવારે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે તે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. પણ રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,58,270 દર્દીઓ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે.

1268 કેન્દ્રોમાં 7,41,788 લોકોને રસી આપાઈ

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુરૂવારે 902 કેન્દ્રો પર 27,657 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 7,41,788 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 1781 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1781 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 30 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે અને 1751 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4399 જેટલા મૃત્યું નોંધાયા છે.

કોરોના ગ્રાફ

ABOUT THE AUTHOR

...view details