ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સોમવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કૃષિ બિલ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
પોલીસ લોકરક્ષક ભરતીના ઉમેદવારોએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની બહાર વિરોધ કર્યો - Union Minister Smriti Irani
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સોમવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કૃષિ બિલ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ખેડૂતો સાથે પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન લોકરક્ષક દળ પોલીસ ભરતીના ઉમેદવારોએ કમલમની બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં લગભગ 30 ઉમેદવારોએ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો.
![પોલીસ લોકરક્ષક ભરતીના ઉમેદવારોએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની બહાર વિરોધ કર્યો Candidates for police Lokrakshak recruitment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9060361-846-9060361-1601904947230.jpg)
આ માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ બાદ ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન લોકરક્ષક દળ પોલીસ ભરતીના ઉમેદવારોએ કમલમની બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં લગભગ 30 ઉમેદવારોએ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળ પોલીસ ભરતીનો મુદ્દો છેલ્લા એક વર્ષથી ચર્ચાનો મુદ્દો બન્યો છે. સૌપ્રથમ ભરતીનું પેપર ફૂટી ગયું હતું. ત્યારબાદ તેનું પરિણામ આવ્યું ત્યારે મહિલાઓની ભરતીને લઈને વિવાદ થયો હતો. ત્યારે સરકારે મહિલાઓને સમાવવા માટે મહિલા કેટેગરીમાં કેટલીક જગ્યા વધારીને મામલો શાંત પાડ્યો હતો. જેથી સામે પુરુષ ઉમેદવારોએ આપત્તિ દર્શાવતા સરકાર સમક્ષ માગ કરી હતી કે, જો મહિલાઓની સીટો વધારવામાં આવે તો પુરુષોની સીટો પણ વધારવી જોઈએ. જો કે, અત્યારે બેરોજગારીને લઈને તેમણે આવા દેખાવ કર્યા હોય તેવું મનાય છે. કારણ કે, નૈતિક રીતે જોઈએ તો તેમની આ માંગ યોગ્ય નથી.