ગાંધીનગરઃ શહેરના સેક્ટર-29ના સરકારી વસાહતમાં રહેતા અને માહિતી ખાતામાં ફરજ બજાવતા તેમજ ગત 6 મહિનાથી મુખ્યપ્રધાન કાર્યાલયમાં કેમેરામેન તરીકે પસંદગી પામેલા 42 વર્ષીય પરવેજ કરીમ લાખવા શનિ-રવિની 2 દિવસની રજામાં પોતાના સસરાના નિવાસ્થાને ગયા હતા. જ્યારે રવિવારે સરકારનો કોઇ કાર્યક્રમ પણ નહીં હોવાના કારણે ત્યાં રોકાઇ ગયા હતા. જ્યારે રવિવારે મોડી રાત્રે સેક્ટર-29 પરત આવ્યા ત્યારે મકાનના મેઇન દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. અંદર જઈને તપાસ કરતા ચોરી થયાનું સામે આવતા તેમણે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લો બોલો... મુખ્યપ્રધાનના કેમેરામેનના ઘરમાંથી જ કેમેરા સહિત 5 લાખના માલમત્તાની ઉઠાંતરી - crime news today
ગાંધીનગરમાં દિવસેને દિવસે વસાહતીઓમાં CCTV કેમેરા વચ્ચે પણ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હવે તો મુખ્યપ્રધાનના કેમેરામેનના નિવાસસ્થાન પણ સુરક્ષિત રહ્યા નથી. માહિતી ખાતામાં ફરજ બજાવતા અને મુખ્યપ્રધાનના કેમેરામેન તરીકે નિયુક્ત થયેલા ફિલ્મ ઓપરેટર 2 દિવસની રજામાં પોતાની સાસરીમાં ગયા હતા. આ દરમિયાન સેક્ટર-29ના સરકારી વસાહતના મકાનમાંથી તસ્કરો કેમેરા સહિત દાગીના મળી 5 લાખની માલમત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મુખ્યપ્રધાનના કેમેરામેન
સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે તસ્કરો કેમેરા સહિત દાગીના ઉઠાવી ગયા હતા. જેમાં SONI PWX Z280 મોડલનો વીડિયો કેમેરા, 3 નંગ બેટરી, 128 GBના 2 મેમરી કાર્ડ, એડોપ્ટર, કાર્ડ રીડર, બેટરી ચાર્જર, એસડી કાર્ડ, કેમેરા બેગ, લેપટોપ, ટ્રાયપોર્ટ, દોઢ તોલાનું સોનાનો ડોકિયું, અડધા તોલાથી 2 નંગ વીંટી સહીત 5.88 લાખની મત્તા ઉઠાવી ગયા હતા.