- રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે કેબિનેટ બેઠક
- રાજ્યમાં વરસાદ ની પરિસ્થિતિ બાબતે થશે ચર્ચા
- નવરાત્રી ની મંજૂરી બાબતે પણ થશે ખાસ મહત્વની ચર્ચા
- રાજ્યમાં વેકસીનેશન વધુ ઝડપી કરવા બાબતે થશે મહત્વના નિર્ણય
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે બીજી કેબિનેટ બેઠક મળશે જેમાં મળતી માહિતી પ્રમાણે ૧૫ દિવસ બાદ શરૂ થતી નવરાત્રી મહોત્સવ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે સાથે વિધાનસભા સત્ર બાબતે પણ રાજ્ય સરકાર નીતિ તૈયાર કરશે.
નવરાત્રી બાબતે થશે નિર્ણય
મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષપણા હેઠળ કેબિનેટ બેઠક બુધવારે સવારે 10:30 કલાકે મળશે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં ૧૫ દિવસ બાદ શરૂ થનારી નવરાત્રીની બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટા પાર્ટી પ્લોટ અને મોટા આયોજકો દ્વારા નવરાત્રી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે શેરીગરબા માટેની પરવાનગી આપે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આમ જે રીતે પણ આ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકાર નવરાત્રી બાબતે મહત્વની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો :ઓવૈસીની મુલાકાત સંદર્ભે કોંગ્રેસના સાંસદ ગિયાસુદ્દીન શેખ સાથે ખાસ વાતચીત