ગાંધીનગર:રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Chief Minister of the State) અધ્યક્ષતામાં સવારે કેબિનેટ બેઠકનું આયોજન(Cabinet meeting in Gujarat) કરવામાં આવ્યું છે. જેમાં કેબિનેટના બેઠકના મુદ્દાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે રીતે સતત ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં વરસાદે કહેર મચાવ્યો છે, ત્યારે સર્વેની કામગીરી અને લોકોને સહાય બાબતે ચર્ચા કરવામાં આવશે.
સહાય બાબતે ખાસ ચર્ચા -રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા અત્યારે ચાર જિલ્લા જેવા કે જુનાગઢ, સોમનાથ, નવસારી, અને ડાંગ જેવા જિલ્લાને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં ભાવેથી અતિ ભારે પડેલા વરસાદમાં જે જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે ત્યાં વહેલી તકે સર્વે શરૂ થાય તે બાબતની આયોજન પણ રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે ઉલ્લેખનીય છે.
આ પણ વાંચો:પ્રિ-મોન્સુનની કામગીરીને લઇને કોંગ્રેસ કર્યો વિરોધ અનોખો વિરોધ....
આર્થિક સહાય ચૂકવાઇ એ બેઠકમાં બાબતોનું આયોજન -આજે ચાર જેટલા મૃત્યુની આર્થિક સહાય(Financial assistance on death) રાજ્ય સરકારે દ્વારા ચૂકવવામાં આવી છે, ત્યારે વહેલામાં વહેલી તકે જે માનવ મૃત્યુ અને પશુના મૃત્યુ થયા છે. તે અંગેની સર્વે કરીને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય ચૂકવાય તે બાબતનું આયોજન પણ બેઠકમાં કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે આયોજન -વિધાનસભાના ચોથા માળમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતની તૈયારીઓ(Preparations for the presidential election) કરી દેવામાં આવી છે. 18 જુલાઈ 2022ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે ત્યારે આ બાબતે પણ ખાસ બેઠકમાં આયોજન કરવામાં આવશે. કોઈપણ પ્રકારની શરત ચૂક ન રહી જાય અને રાષ્ટ્રપતિની ચૂંટણી ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે બાબતની સમીક્ષા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સાંસદ સભ્યો અને રાજ્ય સરકારના પ્રધાનો તથા ધારાસભ્યો વિધાનસભામાં 18 જુલાઈના રોજ મતદાન કરશે.
આ પણ વાંચો:ગુજરાત સરકારેની મોટા જાહેરાત, વરસાદને કારણે થયેલા નુકસાન પર મળશે આ સહાય
રોડ રસ્તા તૂટેલાનો સર્વે - રાજ્યમાં ભારે વરસાદના કારણે 539 જેટલા રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર કોર્પોરેશન વિસ્તાર તાલુકાને જિલ્લા કક્ષાના રોડ(District level roads) રસ્તાઓનો પણ સર્વે કરવામાં આવશે અને જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે તે તાત્કાલિક ધોરણે વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ થાય તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.