- CM ભૂપેન્દ્ર પટેલ બુધવારના દુબઈ પ્રવાસે જઇ રહ્યા છે
- વાયબ્રન્ટ ગુજરાતની જાહેરાતો તથા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
- બુધવારની જગ્યાએ 7 ડિસેમ્બર મંગળવારના કેબિનેટ બેઠક મળશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant gujarat summit 2022)નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ પ્રવાસે (cm bhupendra patel dubai visit) જઈ રહ્યા છે અને ત્યાં વાયબ્રન્ટ ગુજરાતની જાહેરાતો તથા અનેક કાર્યક્રમો (vibrant gujarat advertising and programs)માં ભાગ લેવાના છે. મહત્વની વાત કરવામાં આવે તો દર બુધવારે કેબિનેટ બેઠક (cabinet meeting gujarat) મળતી હોય છે, પરંતુ બુધવારના દિવસે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઈ જવાના હોવાથી બુધવારના બદલે મંગળવારે 7 ડિસેમ્બરના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓમિક્રોન બાબતે થશે ચર્ચા
રાજ્યમાં અત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022ને બાદ કરીએ તો સૌથી વધુ ચર્ચાતો મુદ્દો કોરોનાના નવા વાયરસનો છે. લોકો નવા વાયરસ (corona omicron variant)થી કઈ રીતે બચે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ઇમિગ્રન્ટ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જામનગરમાં નવા વેરિયન્ટનો એક પોઝિટિવ કેસ (omicron case in jamnagar) સામે આવ્યો છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને સુરત (omicron case in surat)માં પણ અનેક એવા કેસ શંકાસ્પદ છે, ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ચર્ચા
કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. કયા વિભાગનું કેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને વાયબ્રન્ટ સમિટમાં કયો વિભાગ મહત્વની કામગીરી બજાવશે તે રીતની ભૂમિકા પણ તૈયાર કરવામાં આવશે. આમ વાયબ્રન્ટ સમિટની તમામ કામગીરીની સમીક્ષા કેબિનેટ બેઠકમાં પણ કરવામાં આવશે.