- CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠક રદ્દ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ નેતાઓ વ્યસ્ત
- પાર્લામેન્ટ્રી બેઠક હોવાથી કેબિનેટ બેઠક રદ્દ
- બુધવારે પાર્લામેન્ટ્રી બોર્ડનો અંતિમ દિવસ
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાતી કેબીનેટની બેઠક બુધવારે નહીં મળી શકે. કેમ કે, બુધવારે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ હોવાના કારણે બેઠક રદ્દ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ ધમધમાટ થઈ છે. ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ બાદ આખરી ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે.
પાર્લામેન્ટ્રી બોર્ડનો અંતિમ દિવસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈને મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ખાતે 1 ફેબ્રુઆરીથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ કરવામાં આવી છે.
- 1 ફેબ્રુઆરીના રોજ સુરત, બરોડા અને ભાવનગર શહેરના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી.
- 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને જામનગર કોર્પોરેશનના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી.
- 3 ફેબ્રુઆરીના રોજ રાજકોટ અને અમદાવાદના બાકી રહી ગયેલા વૉર્ડ અંગે ચર્ચા કરવામાં આવશે.