ગાંધીનગર : આજે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક(Cabinet meeting 2022) યોજવામાં આવી હતી, તે બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચાઓ થઇ છે તે અંગેની જાણકારી આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રકારે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા જે SOP જાહેર કરવામાં(Corona's guideline) આવી છે તેનુ પાલન કરવા જણાવ્યું હતું.
26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ સાદગીપૂર્વક યોજાશે
રાજ્ય જે પ્રમાણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકાર દ્વારા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ સાદગીપૂર્વક યોજવાનું આયોજન કર્યું છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી ગણતરીના વ્યક્તિઓની હાજરીમાં જ કરવામાં આવશે.