કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે - આર સી ફળદુ
રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ત્યારે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ દર્શન દરમિયાન ખેડૂતોને પાક સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્ર ભારે વરસાદના કારણે થયેલ ખેડૂતોને નુકસાન બાબતે સર્વે કરવાની કેબિનેટમાં મંજૂરી લેવામાં આવી છે..
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે
ગાંધીનગર : કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેની આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વહેલી તકે ખેડૂતોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે માલધારી અને ઢોરઢાંખરને પણ નુકસાન થયું છે ત્યારે તેનું પણ વળતર રાજ્ય સરકાર ચૂકવશે.