- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન
- ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય: પાટીલ
- CM રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે: પાટીલ
ન્યૂઝ ડેસ્ક : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે, ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય. આગામી સમયામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે દરેક પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક બાદ એક સંગઠનની બેઠકોનો દોર યોજાયા બાદ હવે સંગઠનની કામગીરીને વધુ મજબૂત કરવા સાથે સરકારના કાર્યોને પ્રજા સમક્ષ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓ તેમજ પક્ષના આગેવાનોને સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકારણને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે
સી. આર પાટીલે જણાવ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે.તેમણે કહ્યું કે, ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય.આગામી વિધાન સભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે તેને લઈ ગુજરાત ભાજપમાં અનેક અટકળો વહેતી થઈ છે ત્યારે નેતૃત્વ પરિવર્તનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે. સી.આર.પાટીલે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે તેવું નિવેદન આપતા જ તમામ અટકળો પર રોક લાગી ગઈ છે.