- ગાંધીનગર કોંગ્રેસ સમિતિની બેઠકમાં સી.કે.ચાવડાનું નિવેદન
- ગાંધીનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નાગરિક સંમેલનનું આયોજન કરાયું
- બે કલાક સુધી વહેલા આવેલા કાર્યકર્તાઓ મેનેજમેન્ટના અભાવે બેસી રહ્યા
ગાંધીનગર: કોર્પોરેશનની ચૂંટણીનો લગતો પ્રચાર શુક્રવારે જ આચાર સંહિતાના કારણે થંભી જશે. તે પહેલાં જ ગાંધીનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નાગરિક સંમેલનનું આયોજન કોર્પોરેશનની ચૂંટણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓએ હાજરી આપી હતી. જ્યાં તેમને લોકોને મેનીફેસ્ટોની કોપી પણ આપી હતી.
ગત વર્ષની જેમ આ વખતે અમારો એક પણ ઉમેદવાર જીતીને BJP માં નહીં જોડાય: સી.જે.ચાવડા આ પણ વાંચો: આવતી કાલે સાંજે જાહેર પ્રચારના પડઘમ શાંત થશે, ખાનગી બેઠકોનો દોર શરૂ થશે : જાણો અત્યાર સુધી કોણે કઈ રીતે કર્યો પ્રચાર
મનપામાં કોંગ્રેસ બહુમતી સાથે જીત મેળવશે: સી.જે.ચાવડા
ગાંધીનગર મનપાની ચૂંટણી જીતવા કોંગ્રેસના નાગરિક સંમેલનમાં સી.જે.ચાવડાએ કહ્યું કે, આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા સીમાંકન નવું હતું. મતદારો પર અમને વિશ્વાસ છે. આ વખતે કોઈ ઉમેદવાર પક્ષ પલટો નહિ કરે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસ બહુમતી સાથે જીત મેળવશે. આ વખતે અમે ચોક્કસથી 22થી વધુ સીટ મેળવીશું અને બહુમતી હાંસલ કરીશું. ન્યાય યાત્રા દ્વારા અમે લોકોના હક્કને સરકાર સમક્ષ મૂક્યા છે. ચૂંટણી ઢંઢેરા અમને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. મતોનું રાજકારણ જોઈએ તો ગત વર્ષે 8000 મતો કોંગ્રેસને મળ્યા હતા.
આ પણ વાંચો: Mahant Narendra Giri case મામલે CBIએ રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિની 8 કલાક પૂછપરછ કરી
4 વાગ્યાનો કાર્યક્રમ 6 વાગે પણ શરૂ ન થયો
કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં થોડેઘણે અંશે નીરસતા જોવા મળી હતી. ચાર વાગ્યે કાર્યક્રમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના હોલમાં યોજવામાં આવ્યો હતો પરંતુ સાંજે પાંચ કલાક પછી પણ માંડ 30 લોકો પણ દેખાયા ન હતા. જેથી કોંગ્રેસનો ઉત્સાહ પણ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં આ સંમેલનમાં ઓછો જોવા મળ્યો હતો. વહેલા પહોંચતા કાર્યકર્તાઓ પણ વહેલા ન પહોંચતા નેતાઓ પણ કાર્યક્રમમાં નિશ્ચિત કરાયેલા સમય મુજબ પહોંચતા નથી. જેથી 4 વાગ્યાનો કાર્યક્રમ સાંજે 6.30 કલાકે શરૂ થયો હતો.
- 3 ઓક્ટોબરના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે ત્યારે મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ શાંત પડશે. રવિવારે ચૂંટણી છે ત્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા પછી જાહેર પ્રચારના પડઘમ શાંત પડશે અને ત્યાર બાદ ખાનગી બેઠકોનો દોર શરૂ થશે. એ પહેલા ત્રણેય પાર્ટીઓએ રેલીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જોકે એ બાદ ખાનગી બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે.