ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન: સૌથી વધુ ડાંગમાં મહિલાઓ 75.41 ટકા મતદાન કર્યું

3 નવેમ્બરના રોજ ગુજરાતની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાનની જો વાત કરવામાં આવે તો કપરાડા વિધાનસભામાં સૌથી વધુ મતદાન 77.50 ટકા થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન ધારી વિધાનસભામાં 45.79 ટકા નોંધાયું છે. જેમાંથી ડાંગ વિધાનસભામાં ફક્ત મહિલાઓએ 75 ટકા જેટલું મતદાન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

સૌથી વધુ ડાંગમાં મહિલાઓ 75.41 ટકા મતદાન કર્યું
સૌથી વધુ ડાંગમાં મહિલાઓ 75.41 ટકા મતદાન કર્યું

By

Published : Nov 7, 2020, 6:45 PM IST

Updated : Nov 7, 2020, 8:08 PM IST

  • 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 60.75 ટકા મતદાન
  • સૌથી વધુ ડાંગ વિધાનસભામાં મહિલાઓએ મતદાન કર્યું
  • કપરાડા વિધાનસભામાં સૌથી વધુ મતદાન 77.50 ટકા
  • સૌથી ઓછું મતદાન ધારી વિધાનસભામાં 45.79
  • ટ્રાન્સજેન્ડર 28 મતદારોમાંથી ફક્ત 7 મતદારોએ મતદાન કર્યું

ગાંધીનગર : આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 28 જેટલા થર્ડ જેન્ડર મતદારો પણ નોંધાયાં હતા. જેમાંથી ફક્ત 7 જેટલા મતદારો એ જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન કર્યું છે, જ્યારે કરજણ વિધાનસભા ક્ષેત્રમાં 13 જેટલા ટ્રાન્સજેન્ડર નોંધાયા હતાં તેમાંથી ફક્ત ચાર મતદારો એ જ મતદાનનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ ડાંગ, કપરાડા, લીંમડી અને મોરબીના થર્ડ જેન્ડર દ્વારા મતદાનનો ઉપયોગ કરાયો નહોતો, જ્યારે ગઢડામાં 1 જ થર્ડ જેન્ડર મતદાર છે, જેણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • ક્યાં કેટલું મતદાન થયું

અબડાસા 61.82
લીમડી 58.01
મોરબી 52.32
ધારી 45.79
ગઢડા 50.76
કરજણ 70.01
ડાંગ 75.01
કપરાડા 77.50

ડાંગ વિધાનસભામાં મહિલાઓ મતદાન કરવામાં આગળ રહી

ડાંગ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મહિલાઓએ મતદાન કર્યું છે. 8 વિધાનસભાના પેટા ચૂંટણીમાં તમામ બેઠકોની જો વાત કરવામાં આવે તો આ તમામ બેઠકો પૈકી ડાંગ વિધાનસભાની મહિલાઓ સૌથી વધુ મતદાન કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ડાંગ વિધાનસભા વિસ્તારમાં કુલ 88,767 જેટલા મતદારો મહિલા છે. જેમાંથી કુલ 66,943 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ કુલ 75.41 ટકા મતદાન મહિલાએ કર્યું હતું, જ્યારે બાકીની 7 વિધાનસભા વિસ્તારમાં મહિલાના મત પુરુષો કરતાં ઓછાં છે.

સૌથી ઓછું મતદાન ધારી વિધાનસભા અને સૌથી વધુ મતદાન કપરાડા વિધાનસભા વિસ્તારમાં

3 નવેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન ધારી વિધાનસભા ક્ષેત્રમાં થયું છે. ધારી વિધાનસભાની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદારો સુરત શહેરમાં વસવાટ કરે છેે, પરંતુ કોરોનાની અસર અને દિવાળી નજીક હોવાથી લોકોને વતન તરફ ધક્કા ન ખાવા પડે તે માટે અમૂક લોકો મતદાનની પ્રક્રિયાથી દૂર રહ્યાં છે. આમ ધારી વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન 45.79 નોંધાયું છે, જ્યારે સૌથી વધુ મતદાન 77.50 ટકા કપરાડા વિધાનસભામાં નોંધાયું છે.

વિધાનસભા વિસ્તાર પ્રમાણે પુરુષોના મત અને કુલ પુરુષ મતદારોમાંથી કેટલા પુરુષોઓ મત આપ્યા તેની ટકાવારી

અબડાસા- 1,21,711 -78,983 -64.89
લીમડી- 1,43,450 -88805 -61.91
મોરબી- 1,41,857- 61,848- 56.52
ધારી- 1,13,351- 42,384- 50.51
ગઢડા- 1,30,676- 57,405- 53. 58
કરજણ- 1,04,847- 66,979- 72.76
ડાંગ- 89,417- 66943- 74.61
કપરાડા- 1,24,525 -91,714- 79.30

મહિલાઓની કુલ સંખ્યા, આપેલ મત અને મતની ટકાવારી

અબડાસા- 11,3036- 66,134- 58.51
લીમડી- 1,28,188- 68,767- 53.65
મોરબી 1,29,609- 61,848- 47.72
ધારી- 1,04,238- 42,384- 40.66
ગઢડા- 1,20,339- 57,405- 47.70
કરજણ- 99,773- 66,979- 67.13
ડાંગ- 88,767 -66,943 -75.41
કપરાડા- 1,21,220- 91,714- 75.66

આમ રાજ્યની આઠ વિધાનસભા પેટાચૂંટણીમાં કુલ મતદાન 60.75 ટકા નોંધાયું છે, ત્યારે સચિવાલયમાં થતી વાતો પ્રમાણે ભાજપને 8 બેઠકોમાંથી 3થી 4 બેઠક પર હાર ભાળવી પડે તેવું છે.

Last Updated : Nov 7, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details