ગુજરાત

gujarat

ETV Bharat / city

જીજ્ઞેશ મેવાણીએ રાજ્યનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, 1 કરોડની ફાળવી હતી ગ્રાન્ટ - largest oxygen plant in Gujarat

કોરોનાના કહેર(Corona Gujarat )ને કોરણે દર્દીઓને ઓક્સિજનને લઈને હાલત જોઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ( MLA Jignesh Mevani)એ પોતાની ગ્રાન્ટ અને ફંડ્સ એકત્ર કરી ઓક્સિજનની કમી ન રહે તે માટે પોતાના ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) સ્થાપ્યો હતો, તેમનો દાવો છે કે આ ઓક્સિજન પ્લાન્ટ રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ છે. તેમણે ફાળો એકઠો કરીને 1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ તકે, ધારાસભ્યએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.

built the largest oxygen plant in Gujarat by jignesh mevani
જીજ્ઞેશ મેવાણીએ રાજ્યનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો

By

Published : Sep 28, 2021, 5:30 PM IST

  • મેવાણીએ ધારાસભ્યોની તમામ ગ્રાન્ટ કોવિડ પાછળ ખર્ચવા સરકારને કરી હતી માંગ
  • બનાસકાંઠામાં ઓક્સિજન પ્લાન્ટ માટે મેવાણીએ લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો
  • 1 કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો

ન્યૂઝ ડેસ્ક :વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ( MLA Jignesh Mevani)એ 28 ઓગસ્ટના રોજ કોરોનાની મહામારી (Corona Gujarat ) ની સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લાના તેમના મત વિસ્તાર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની તીવ્ર અછત અનુભવાયા બાદ તરત જ તેઓ આ સુવિધા સ્થાપવા માટે ફંડ્સ એકત્ર કર્યું હતું.

800 જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ રિફિલની ક્ષમતા

છાપી નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ તકે મેવાણીએ દાવો કર્યો કે, 800 જમ્બો ઓક્સિજન સિલિન્ડરોને રિફિલ કરવા માટે એક દિવસમાં 8 ઘન ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ છે.

સરકારે જીગ્નેશ મેવાણીને મદદ કરતી સંસ્થાનું ખાતુ સિઝ કર્યું

જીગ્નેશ મેવાણીએ આ તકે જણાવ્યું હતું કે, આ માટે મદદ કરતી સંસ્થાનું બેંક ખાતુ સિઝ કરીને સરકારે કિન્નાખોરી રાખી છે. પરંતુ, તેમને યાદ રાખવું જોઈએ કે, ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે તો પ્રજાને ફાયદો થશે. તેમજ સરકારે આ કામમાં રોડા નાખવા જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકારે સજાગ થવુ જોઈએ. વડગામના નાગરિકોએ રાજ્યપાલને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની માંગણી કરી હતી. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ ન રોકવા સરકારને વિનંતી પણ કરી હતી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details