- નાણાંકીય બિલો અને અન્ય કાયદાકીય બિલો પસાર થશે
- ગૃહનું કાર્ય 1 એપ્રિલે જ પૂર્ણ થશે
- હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા
- કોરોના અનપ્રિડીકટેબલ છે
ગાંધીનગર: વિધાનસભામાં તેમજ રાજ્યમાં વધી રહેલા કેસોને જોતા એવી વાત વહેતી થઈ હતી કે ગૃહનું કાર્ય ટૂંકાવવામાં આવે. પરંતુ હવે એવું કંઈ નહીં થાય તે પ્રકારની ખાતરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી હતી. આ સાથે તેમને કોરોના અપડેટને લઈને પણ કેટલીક મહત્વની જાણકારી મીડિયા સમક્ષ જણાવી હતી.
આ પણ વાંચોઃ દેશમાં પ્રથમવાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી
ગૃહ નિર્ધારીત સમય 1 એપ્રિલે જ પૂર્ણ થશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે અને ગૃહ નિર્ધારીત સમય 1 એપ્રિલે જ પૂર્ણ થશે, તેવી ખાતરી મીડિયાને આપી હતી. હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલો જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે તેવી તેમણે માહિતી વિધાનસભા દરમિયાન આપી હતી.
વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ટૂંકાવાશે નહીં: મુખ્યપ્રધાન રૂપાણી કોરોનાનું સંક્રમણ વધુ છે પરંતુ મૃત્યુ આંક ઓછો છે
દેશમાં કોરોના વધી રહ્યો છે, કોરોના સંક્રમણ જરૂરથી વધુ છે પરંતુ મૃત્યુ આંક ઓછો છે. ચાર મહાનગરોમાં કેસો વધારે છે. આગામી એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યા વધી પણ શકે છે. કોરોના અનપ્રિડીકટેબલ છે. કોરોનાને જોતા ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ આ ત્રણ કાર્યો પર સરકાર કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહને UV લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યું