- મુખ્યપ્રધાન વિજય રૂપાણી હસ્તકના વિભાગમાં કરોડોના કૌભાંડ
- ખાણ ખનીજ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીએ ખરીદ્યા 28 જેટલા બ્લોક
- સત્તાનો દૂરુપયોગ કર્યો હોવાની આશંકાઓ
- કરોડો રૂપિયાના બ્લોક ખાણ ખાણીજના સુપરવાઇઝરે ખરીદ્યા
ગાંધીનગર : સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ખાણ અને ખનીજ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સુપરવાઇઝર તરીકે બ્રિજેશ સવાણીએ સત્તાનો દુરુપયોગ કરીને 28 જેટલા બ્લોક કરી દીધા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદ, સાબરકાંઠાં અને છોટાઉદેપુરમાં ગેરરીતિ આચરીને 28 જેટલા બ્લોક બ્રિજેશ સવાણીએ ખરીદ્યાં છે. આ સાથે જ ફરિયાદમાં બ્રિજેશ સાથે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
સીએમ રૂપાણીએ આપ્યાં છે આદેશ
સમગ્ર કૌભાંડની દુર્ગંધ સચિવાલય સુધી આવી છે. ફરિયાદીએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સમગ્ર કૌભાંડમાં તપાસના આદેશ આપ્યાં છે. આમ 28 બ્લોક ગેરરીતિથી બ્રિજેશ અંબાણીએ ખરીદ્યા છે તે કઈ રીતે ખરીદવામાં આવ્યાં છે અને તેની સાથે કયા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તે બાબતની પણ તપાસની સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.