ગાંધીનગર :બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે 30થી વધુ (Latthakand death) લોકોના મૃત્યુ થયા છે, ત્યારે બોટાદના પડઘા સીધા ગાંધીનગર (Botad Latthakand Case) પડ્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષ સ્થાને બોટાદની લઠ્ઠાકાંડ બાબતે હાઈ કમિટીની બેઠક (Latthakand Harsh Sanghvi meeting) યોજવામાં આવી હતી. જે બેઠક બાદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સમગ્ર ઘટના બાબતે 24 કલાકની અંદર તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અત્યારે 13 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
કેમિકલ સપ્લાયરની ધરપકડ - રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએથી દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું તે કેમિકલ સપ્લાયરની પણ ધરપકડ કરી ફરિયાદ નોંધી છે. જ્યારે દસ લોકોને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાંજ સુધીમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. જ્યારે મોડી રાતે જ કેમિકલને FLમાં (Mixture of toxic chemicals in Lattha) મોકલી આપવામાં આવ્યું હતું અને તેનો પણ રિપોર્ટ આવ્યો છે. જે રિપોર્ટ વાંધાજનક અનેક પોઝિટિવ હોવાનું નિવેદન પણ રાજ્યના પોલીસવાળા આશિષ ભાટીયા આપ્યું છે.
આ પણ વાંચો :સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ