ગાંધીનગર:ગુજરાતના અમદાવાદ જિલ્લાના બરવાળા(Barwala of Ahmedabad district) ધંધુકા અને બોટાદ જિલ્લામાં(Dhandhuka and Botad districts) લઠ્ઠાકાંડની ઘટના(Botad Lattha Incident) સામે આવી છે. ગુજરાત પોલીસ સફાળી જાગીને તાત્કાલિક ધોરણે ત્રણ કેસ દાખલ કરીને 15 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 લાખથી વધુ સત્તાવાર રીતે પરમીટ ઇસ્યુ કરવામાં આવી છે. જ્યારે વિદેશથી આવનારા લોકોને પણ ગુજરાત સરકાર ટુરિસ્ટ પરમિટ આપીને દારૂની સગવડ પૂરી પાડે છે.
કેવી રીતે મળે છે દારૂની પરમીટ - ગુજરાત રાજ્યમાં દારૂની પરમીટની વાત કરવામાં આવે તો જે તે વ્યક્તિએ શહેર અને જિલ્લાના સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટરનું સ્વાસ્થ્ય બાબતનું પ્રમાણપત્ર(મેડિકલ સર્ટિફિકેટ) લેવું પડે છે. જે રોગમાં દારૂના સેવનની જરૂર હોય તેવા રોગ પર જ દારૂની પરમીટ મળે છે. જેના માટે આબકારી વિભાગમાંથી એક ફોર્મ લેવાનું હોય છે. તે ફોર્મ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સમક્ષ મેડિકલની અરજી કરવાની હોય છે. ત્યારબાદ બેકમાં ચલણ ભરીને ડોકટરની કમિટી હેલ્થ ચેક અપ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે.
આ પણ વાંચો:લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી
ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ - ગુજરાત હાઇકોર્ટમાં ભૂતકાળમાં દારૂબંધીના કાયદાને પડકારથી અરજી પણ કરવામાં આવી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે 1951માં જે દારૂબંધીને બહાલી આપી છે. હવે ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી હાઇકોર્ટમાં સાંભળી શકાય નહીં. આ કેસમાં રાઇટ ટુ પ્રાઇવેસી(Right to Privacy) હેઠળ ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવાની માંગણી કરતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ઘરમાં બેસી દારૂ પીવા પર સરકાર પ્રતિબંધ મૂકી શકે નહીં. જ્યારે નાગરિકોને શું ખાવું અને શું પીવું તે અધિકારનો ભંગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવતા લોકોને ગુજરાતમાં દારૂ પીવાની મંજૂરી(Liquor Permission in Gujarat) મળે છે, પરંતુ ગુજરાતના જ લોકોને ઘરમાં દારૂ પીવાની મંજૂરી મળતી નથી. આવો ભેદભાવ રાખી શકાય નહીં. તેની સામે પણ રાજ્ય સરકારે કહ્યું હતું કે, મહિલાઓ અને નાગરિકોના કલ્યાણ માટે દારૂબંધી જરૂરી છે.