ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV EXCLUSIVE: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી - books stolen

ગાંધીનગર: શહેરના સેક્ટર 25માં આવેલી GIDCમાં પાઠ્યપુસ્તક મંડળનું ગોડાઉન આવેલું છે. જેમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો રાખવામાં આવે છે, પરંતુ આ ગોડાઉનમાંથી અંદાજે 42 લાખના પુસ્તકોની ચોરી થયાનું સામે આવ્યું છે. ત્રણ અધિકારીઓ સામે ચોરીનો આક્ષેપ કરતો એક પત્ર પણ વાયરલ થયો છે. ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

etv
etv

By

Published : Dec 10, 2019, 9:57 PM IST

Updated : Dec 11, 2019, 4:29 PM IST

રાજ્યના સરકારી ગોડાઉનમા ચોરી થઈ એ નવી વાત નથી. પહેલા અનેક ગોડાઉનોમાં ચોરી થયાના કિસ્સા સામે આવ્યા છે. રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા પુસ્તકોને પણ છોડવામાં આવ્યા નથી. ગાંધીનગર શહેરના સેક્ટર 25માં પાઠ્યપુસ્તક મંડળનું વર્ષો જૂનું ગોડાઉન આવેલું છે. જે પુસ્તકો રાખવામાં આવે છે. ગત 8 નવેમ્બરના રોજ આશરે 42 લાખના પુસ્તકોની ચોરી થઇ ગઇ છે. ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર 25માં આવેલ બુક ગોડાઉનમાંથી પાઠ્યપુસ્તકના ચોરીના બનાવ અંગેની ફરિયાદ દાખલ કરવા ગાંધીનગર સેક્ટર 21માં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

42 લાખના પુસ્તકોની ચોરી કે કૌભાંડ

સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો ભ્રષ્ટાચારીઓ ખાઈ ના જાય તેને લઈને એક કર્મચારી દ્વારા એક નનામો પત્ર રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગના અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, નિયામક અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, પાઠ્યપુસ્તક મંડળમાં વર્ષોથી ચાલતી ગેરરીતિને વર્ષોથી ચાલતી ગેરરીતિને લઇને ખૂબ જ દુઃખી થયો છું. આ કૌભાંડ આચરનારા કૌભાંડીઓને ખુલ્લા પાડવા માટે આપની સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. ગત 8 નવેમ્બરના રોજ ગાંધીનગર સેક્ટર 25 GIDCમાં આવેલા પાઠ્યપુસ્તક મંડળમાંથી 42 લાખના પુસ્તકો ચોરાયા છે.

ઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી

ETV Impact: પાઠ્યપુસ્તકની ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ

ગોડાઉનમાંથી પુસ્તકો ચોરાયા છે તે બાબતની મંડળના તમામ અધિકારીઓને ખબર છે. આ પત્રમાં મંડળના ત્રણ અધિકારી સામે શંકા ત્રણ અધિકારી સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અધિકારીઓ અને કર્મચારી શિક્ષણ પ્રધાનના કાર્યાલયમાં કાર્યાલયમાં વગ ધરાવતા હોવાના કારણે અને કૌભાંડ આચરવામાં આવ્યા છે. પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ પત્રમાં જણાવ્યું છે.

ઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી

આ વગદાર ત્રિપુટી સામે કાર્યવાહી કરવામાં આવે અને ગરીબ બાળકોના હાથમાં જતા પુસ્તકોને આવા કૌભાંડોના આવા કૌભાંડોના હાથે વેચતા બચાવવામાં આવે તેવી માગ છે. 42 લાખના પુસ્તકોની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવે તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ પત્ર દ્વારા રજૂઆત કરવામાં કરવામાં આવી છે.

ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ

Last Updated : Dec 11, 2019, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details