ગુજરાત

gujarat

ETV Bharat / city

Bogus Doctor - રાજયમાં 74 બોગસ તબીબ ઝડપાયા, આરોગ્ય અધિકારીઓને અપાઈ સૂચના : આરોગ્ય પ્રધાન નીતિન પટેલ - નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના સંક્રમણનું એપ્રિલ મહિનામાં બેફામ રીતે વધારો થયો હતો, ત્યારે બિલાડીના ટોપની જેમ બોગસ ડોક્ટર ( Bogus Doctor ) પણ પોતાના નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની વાત આરોગ્ય વિભાગ સામે આવી હતી. જેમાં આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં અત્યાર સુધીમાં કુલ 74 બોગસ ( Bogus Doctor ) સમગ્ર રાજ્યમાંથી ઝડપાયા છે.

Bogus Doctor
Bogus Doctor

By

Published : Jun 4, 2021, 10:57 PM IST

  • રાજ્યમાં ગત 2 મહિનામાં કુલ 74 બોગસ ડોકટર( Bogus Doctor )ઝડપાયા
  • બોગસ દાક્તરી કરનારા સામે આરોગ્ય વિભાગની લાલ આંખ
  • તમામ સર્કલ ઓફિસરને આપાઇ સૂચના
  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડૉકટર( Bogus Doctor )સામે કાર્યવાહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણનું એપ્રિલ મહિનામાં બેફામ રીતે વધારો થયો હતો. જે દરમિયાન બોગસ ડૉક્ટર્સ ( Bogus Doctor ) પણ પોતાના નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની વાત આરોગ્ય વિભાગને સામે આવી હતી. જેમાં આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં અત્યાર સુધીમાં કુલ 74 બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) સમગ્ર રાજ્યમાંથી ઝડપાયા છે.

બોગસ ડૉકટર( Bogus Doctor )સામે થશે કડક કાર્યવાહી

બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, ડૉક્ટર પ્રકારની ડિગ્રી લીધી હોય તે જ રીતે દર્દીઓની સારવાર કરી શકે છે, પરંતુ અમુક બોગસ ડોક્ટર ( Bogus Doctor ) નજરે આવ્યા છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આરોગ્ય વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. આમ આવનારા દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

રાજયમાં 74 બોગસ તબીબ ઝડપાયા, આરોગ્ય અધિકારીઓને અપાઈ સૂચના : આરોગ્ય પ્રધાન નીતિન પટેલ

અત્યાર સુધીમાં 74 બોગર ડૉકટર( Bogus Doctor )ઝડપાયા

કોરોના કાળ દરમિયાન રાજ્યમાં કુલ 74 ડૉક્ટર કે જેમને ડૉક્ટર જ ન હતા તેવા બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) વિરુદ્ધ પોલીસે પણ કાર્યવાહી કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉકટર ( Bogus Doctor ) સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય અને બોગસ ડિગ્રી ધરાવતા તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમ 1 એપ્રીલથી 4 જૂન સુધીમાં ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં 74 બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે ડૉકટરે જે ડિગ્રી લીધી હોય તેની જ સારવાર કરી શકે

આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ ડૉક્ટરે જે પ્રકારની ડિગ્રી લીધી હોય તે પ્રકારની સારવાર કરી શકે છે, આયુર્વેદિક આયુર્વેદિકની જ એલોપથીના ડૉક્ટર તરીકે જ દર્દીઓની સારવાર કરી શકે છે, તે અન્ય બીજી કોઇપણ રીતે દર્દીઓની સારવાર કરી શકે નહીં તેવું પણ સ્પષ્ટ રીતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details