ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર લીક થતા શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે, બોર્ડે આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરમાં ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર લીક થતા દોડધામ મચી છે. આ સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગની બેદરકારી પણ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યની નવી શિક્ષણ નીતિના નિયમ પ્રમાણે ધોરણ 10, 11 અને 12ની પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે રાજ્ય સરકારે એક વિશેષ એક્ઝામ મોડ્યુઅલ તૈયાર કર્યું છે, જેમાં જો કોઈ શાળા પોતાનું પેપર ઈશ્યુ ન કરે અને શિક્ષણ બોર્ડ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા પેપર પર જ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે. તેવામાં ગાંધીનગરના એક ખાનગી ટ્યુશન ક્લાસીસે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું શિક્ષણ બોર્ડનું પ્રથમ પરીક્ષા એટલે કે એકમ કસોટીનું પેપર વાઈરલ કર્યું હતું. તો આ સમગ્ર બાબત શિક્ષણ વિભાગને ધ્યાને આવતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરમાં ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર લીક થતા શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે, બોર્ડે આપ્યા તપાસના આદેશ
ગાંધીનગરમાં ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર લીક થતા શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે, બોર્ડે આપ્યા તપાસના આદેશ

By

Published : Oct 22, 2021, 2:51 PM IST

  • ગાંધીનગરમાં ધોરણ 10 વિજ્ઞાનનું પેપર લીક થયું
  • કોન્ફિડન્સિયલ પેપર થયું લીક
  • ખાનગી કલાસીસે એકમ કસોટીનું પેપર લીક કર્યું
  • રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા તાપસના આદેશ

ગાંધીનગરઃ રાજ્યની નવા શિક્ષણ નીતિનિયમ પ્રમાણે ધોરણ 10, 11 અને 12ની પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે રાજ્ય સરકારે ખાસ એક એક્ઝામ મોડ્યુઅલ તૈયાર કર્યું છે, જેમાં જો કોઈ શાળા પોતાના પેપર ઈશ્યુ ન કરે અને શિક્ષણ બોર્ડ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા પેપર પર જ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજી શકે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના એક ખાનગી ટ્યૂશન ક્લાસીસે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું શિક્ષણ બોર્ડનું પ્રથમ પરીક્ષા એટલે કે એકમ કસોટીનું પેપર વાયરલ કર્યું છે. તો આ અંગે શિક્ષણ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃData leak: વાપીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થયા હોવાની શંકા, ફરિયાદ નોંધાઇ

બોર્ડ એકમ કસોટીનું પેપર ઈશ્યુ કરે છે

રાજ્યમાં જે કોઈ પણ શાળા પોતાના વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષા માટે પેપર ઈશ્યુ ન કરે અને બોર્ડની બ્લૂપ્રિન્ટ પ્રમાણેનું પેપર જે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય તેના ઉપર પણ પરીક્ષા લઈ શકે છે. ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે તૈયાર કરેલું પેપર જેતે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવે છે ત્યારબાદ શાળાના આચાર્યને આપવામાં આવે છે. આમ, આ સિસ્ટમથી વિદ્યાર્થીઓની એકમ કસોટી યોજવામાં આવે છે, જેમાં બોર્ડનું પેપર બોર્ડની પદ્ધતિથી પરીક્ષા લેવી કે નહીં તે માટે કોઈ ફરજિયાત નથી, પરંતુ અમુક શાળા દ્વારા બોર્ડના પેપરની એકમ કસોટી લેવામાં આવે છે. તેવામાં ગાંધીનગરમાં ખાનગી ટ્યૂશન સંચાલકે ધોરણ- 10 વિજ્ઞાન પ્રવાહનુ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું અને આ પેપર પોતાના વિદ્યાર્થીઓને પણ આપ્યું હતું.

ખાનગી કલાસીસે એકમ કસોટીનું પેપર લીક કર્યું

આ પણ વાંચોઃપાલનપુરમાં ત્રણ દિવસમાં બીજી વખત પરીક્ષાનું પેપર લીક

બોર્ડ પેપરની સોફ્ટ કોપી DEOને આપે છે

બોર્ડ દ્વારા જેતે જિલ્લાના શિક્ષણાધિકારીને પેપરની સોફ્ટ કોપી આપવામાં આવે છે. ત્યારબાદ જે શાળાઓ બોર્ડની પરીક્ષા પ્રમાણે અને બોર્ડ દ્વારા એકમ કસોટીના તૈયાર કરેલા પ્રશ્નપત્રની પરીક્ષા લેવી હોય તો જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરે છે. જોકે, આવામાં ગાંધીનગરની ખાનગી ટ્યૂશન સંચાલક પાસે આ પેપર કેવી રીતે આવ્યું. તે અંગે પણ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શાળાએ બોર્ડમાં કરવી પડે છે અરજી

જે શાળા પરીક્ષાનું પેપર કાઢે તો બોર્ડનું પેપર માન્ય ગણવામાં આવતું નથી, પરંતુ બોર્ડ દ્વારા એકમ કસોટીનું પેપર જેતે શાળામાં લેવું હોય તો પહેલા જેતે શાળા દ્વારા બોર્ડ પાસે પેપરની માગણી કરવામાં આવે છે. અને તે શાળામાં બોર્ડના પેપર હેઠળ એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. આમ, સમગ્ર તપાસમાં ખાનગી ટ્યૂશન સંચાલક પાસે માધ્યમિક શિક્ષણ બોર્ડનું પેપર કઈ રીતે આવ્યું અને કઈ શાળાઓ સંડોવાયેલી છે. તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details