- ધોરણ-10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જાહેર કરાઈ
- 140થી લઈને વધુમાં વધુ 870 સુધીના ફીના દર નક્કી કરાયા
- ધોરણ 12 માટે નિયમિત વિદ્યાર્થી માટે 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી
ગાંધીનગર: ગત વખતે કોરોના (Coronavirus)ને કારણે ધોરણ 12 અને ધોરણ 10ના બૉર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓ (Regular students)ને માસ પ્રમોશન (Promotion) આપવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે પરીક્ષા (Exam) યોજાશે. એ પહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જાહેર (Examination fees announced) કરવામાં આવી છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બૉર્ડની પરીક્ષા (General and Science stream board examination)ના દર એક સરખા રાખવામાં આવ્યા છે.
ધોરણ-10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જાહેર
વર્ષ 2022માં યોજાનારી બૉર્ડની એક્ઝામ(Exam) માટે ફીના દર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં નિયમિત વિદ્યાર્થી માટે 355 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ખાનગી ઉમેદવાર નિયમિત માટે 730 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. તો નિયમિત રીપીટર (Regular repeater) 3 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે 345 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને (Disabled students) ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ધોરણ 10ના પરીક્ષાના ફીના અન્ય દરો
નિયમિત વિદ્યાર્થીઓ માટે 355 રૂપિયા ફી, નિયમિત રીપીટર (એક વિષય) માટે 130 રૂપિયા ફી, નિયમિત રીપીટર (બે વિષય) 185 રૂપિયા ફી, નિયમિત રીપીટર (ત્રણ વિષય) 240 રૂપિયા ફી, નિયમિત રીપીટર (ત્રણ કરતા વધુ વિષય) 345 રૂપિયા ફી, પૃથ્થક ઉમેદવાર (એક વિષય) 130 રૂપિયા ફી, પૃથ્થક ઉમેદવાર (બે વિષય) 185 રૂપિયા ફી, પૃથ્થક ઉમેદવાર ( ત્રણ વિષય) 240 રૂપિયા, ફી ખાનગી ઉમેદવાર (નિયમિત) 730 રૂપિયા ફી, ખાનગી રીપીટર (એક વિષય) 130 રૂપિયા ફી, ખાનગી રીપીટર (બે વિષય) 185 રૂપિયા ફી, ખાનગી રિપીટર (ત્રણ વિષય) 240 રૂપિયા ફી, ખાનગી રિપીટર (ત્રણ કરતા વધુ વિષય) 345 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.