ગુજરાત

gujarat

ETV Bharat / city

5 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - Board examinations

ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં આ વર્ષે કુલ 17.53 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 10.83 લાખ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ અને ધોરણ 12 સામાન્યા પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા 5.27 લાખ નોંધાઈ છે. કુલ 137 ઝોનમાં 1587 કેન્દ્રોમાં સમાવિષ્ટઓ 5,559 બિલ્ડીંગમાં આવેલા 60,027 વર્ગખંડોમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાશે. તેમાંથી 59,733 વર્ગખંડોમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. જયારે બાકીના 294 જેટલા વર્ગખંડોમાં ટેબલેટની વ્યવસ્થા કરાઈ છે.

etv bharat
etv bharat

By

Published : Mar 3, 2020, 10:52 PM IST

ગાંધીનગર: શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માઘ્યમમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ હળવાશનો અનુભવ કરીને નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી સફળતા મેળવે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું.જયાં પરીક્ષાઓ લેવાનાર છે ત્યાં મહદઅંશે બિલ્ડીંગ કે વર્ગખંડોમાં સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઈલેકટ્રોનિક્સ સર્વેલન્સની વ્યવસ્થા પણ 100ટકા થઈ ગઈ છે.

પરીક્ષા સંદર્ભે જરૂરિયાત મુજબના યોગ્ય સ્ટા્ફની પસંદગી થઈ ગયેલ છે. જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે. રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે. પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રખાશે. મોબાઈલ અને અન્ય વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે.

જિલ્લા શિણાધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, મઘ્યસ્થ મૂલ્યાંરન કેન્દ્રના સંચાલકો, સી.સી.ટી.વી. વ્યુઈંગના કર્મચારીઓ, વિજીલન્સ સ્કવોર્ડ વગેરેને પરીક્ષા સંબંધી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ ઝોનલ કચેરીમાં આવેલ સ્ટાગરૂમમાં પૂરતા પોલીસ પ્રોટેકશનની અને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ પ્રોટેકશનની વ્યંવસ્થા કરવામાં આવેલી છે. જિલ્લામાં ગેરરીતિ વિહીન પરીક્ષા યોજાય તે માટે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના અગત્યના પ્રશ્નપત્રો દરમિયાન પરીક્ષા બિલ્ડીગ ઉપર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ પૂર્ણ સમય હાજર રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.

જયારે કેટલાક અતિસંવેદનશીલ કેન્દ્રો પણ એસ.આર.પી. અને સી.આર.પી.એફ.નો સ્ટાફ ગોઠવાયો છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને વિદ્યાર્થીઓ હળવાશ સાથે નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે અગાઉ ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. આ વિડીયો કોન્ફેરન્સ દરમિયાન જિલ્લાના કલેકટર સહિત જિલ્લા અન્ય ઉચ્ચ સંબંધિત અધિકારીઓની સાથે પરીક્ષાઓની તૈયારી સંબંધે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.

પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડોમાં સમયસર અને સરળતાપૂર્વક પહોંચી શકે તે માટે એસ.ટી.બસની પૂરતી સગવડ પણ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં જેલના કેદીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે.

ધોરણ 10માં 125અને ધોરણ 12ના 50 પરીક્ષાર્થીઓ મળી કુલ 175 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર થાય તે પ્રમાણે વ્ય્વસ્થા કરવામાં આવી છે, અને ધોરણ 10ના દ્રષ્ટિાહીન પરીક્ષા માટે બ્રેન લીપીના પેપર વડે પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details