ગુજરાતમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 74.66 આવ્યું છે. સુરત જીલ્લો ગત વર્ષે પણ પ્રથમ હતો. તો સૌથી ઓછું પરિણામ દાહોદ જીલ્લાનું 47.47 ટકા આવ્યું છે. જે ગત વર્ષે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે. જે ગત વર્ષે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં દાહોદ જિલ્લાના રૂવાબારીનું 14.09 ટકા આવ્યું છે. જે ગત વર્ષે ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું હતું.
ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર A1ગ્રેડની સંખ્યામાં મોટો ઘટાડો
આજે જાહેર થયેલા પરિણામમાં એ વન ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. ચાલુ વર્ષે માત્ર 1671 વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં પાસ થયા છે. જે ગત વર્ષે 4974 હતા. ત્યારે 3303 જેટલા વિધાર્થીઓનો જેટલા વિધાર્થીઓનો એવન ગ્રેડમાં ઘટાડો થયો છે બીજી તરફ A2 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી છે. ગત વર્ષે 32375 વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 23754 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે.
ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર 0 % કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી
રાજ્યમાં શિક્ષણ સુધારણાની વાતો કરવામાં આવી રહી રહી છે પરંતુ તે પરિણામમાં જોવા મળતું નથી. આજે જાહેર થયેલા પરિણામમાં 0 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે આજે જાહેર થયેલા પરિણામમાં 174 શાળાઓ એવી છે. જેનું પરિણામ 0 ટકા ઓછું આવ્યું છે જે સંખ્યા ગત વર્ષે 63 હતી.
ગેરરીતિના કેસમા ગત વર્ષ કરતા વધારો થયો
આજે જાહેર થયેલા પરિણામમાં ચોરીના કેસની સંખ્યામાં ગત વર્ષ કરતાં સામાન્ય વધારો જોવા મળે છે ગત વર્ષે 119 વિદ્યાર્થીઓ ચોરીમાં પકડાયા હતા જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં માત્ર 124 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હોય તેવું જણાવાયું છે.
રાજ્યમાં કોઈ વિદ્યાર્થીને આજે ગુણપત્રક મળશે નહીં, વિતરણની તારીખ પછીથી જાહેર કરાશે
માધ્યમિક શિક્ષણ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી એમ. એમ. પઠાણે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ગુણપત્રક મેળવવા પડાપડી કરે નહીં આજે કોઈ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે ગુણપત્રક નહીં મળે. આગામી સમયમાં વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ આપવાની વ્યવસ્થા કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવશે.