- ધોરણ 12ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારની જાહેરાત
- રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો કરાયો નિર્ણય
ગાંધીનગર:સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ છે ત્યારે કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા GSEBએ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે આજે બુધવારે વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાની જાહેરાત કરતાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેવી રીતે કેન્દ્ર સરકારે પોતાના સમયને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડની પરીક્ષા રદ કરી છે. તે જ રીતે રાજ્યમાં પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (Science)અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડમાં 6.92 લાખ વિધાર્થીઓ નોંધાયા હતા. ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક (Cabinate Bethak) માં આજે બુધવારે ખાસ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ચર્ચાઓના અંતે કેન્દ્ર સરકારે બોર્ડની પરીક્ષા રદ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા પણ પરિક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ…
1 જૂનના દિવસે જાહેર કર્યું હતું ટાઈમ ટેબલ