ગાંધીનગર : રાજ્ય સરકારના નાણાં વિભાગ (Notification of Gujarat Finance Department ) દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં કોઈપણ યોજનાકીય કામગીરી કરેલી ન હોય તેવા વિભાગ હસ્તકના બોર્ડ કોર્પોરેશન સોસાયટી તેમાં શામેલ છે. જેની સમીક્ષા કરીને (Board Corporation Shutdown in Gujarat ) બંધ કરવાની કાર્યવાહી કરવાની સૂચના તમામ વિભાગને આપવામાં આવી છે.
નાણાકીય ખર્ચ બચાવવા માટે નિર્ણય
રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા ખાસ નોટિફિકેશન (Notification of Gujarat Finance Department )બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં અનિવાર્ય ન હોય તેવા ખર્ચ પર નિયંત્રણ (Board Corporation making losses in Gujarat) મૂકવાના ભાગરૂપે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આવા ખોટા મહેકમ અને કચેરી ખર્ચ પર નિયંત્રણ આવે તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારનો નાણાકીય ખર્ચ ઓછો કરવાનો મહત્વનો મુદ્દો રાખવામાં આવ્યો છે. જે મુજબ રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન કરીને અમુક વિભાગના બોર્ડ કોર્પોરેશન સોસાયટી અને તેની સમીક્ષા કરીને તે બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના (Board Corporation Shutdown in Gujarat ) આપવામાં આવી છે.
શું છે નોટિફિકેશન
1. વિભાગ હસ્તકના બોર્ડ કોર્પોરેશન સોસાયટીની સમીક્ષા કરી સમય પૂર્ણ થયો હોય તેવી સંસ્થાઓ બંધ કરવી
2. વિભાગ હસ્તકની સમાન પ્રકારની કામગીરી ધરાવતી સંસ્થાઓને મર્જ કરવાની રહેશે
3. ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના એકાઉન્ટ અને બેલેન્સ શીટની સમીક્ષા કરી આત્મનિર્ભર થયેલી સંસ્થાઓને ગ્રાન્ટ બંધ કરવી
4. છેલ્લા બે વર્ષમાં કોઈ યોજનાકીય કામગીરી કરેલ ન હોય એવા વિભાગ હસ્તકના બોર્ડ કોર્પોરેશન સોસાયટી ટ્રસ્ટની સમીક્ષા કરી તે બંધ કરવાની કામગીરી કરવી
આ પણ વાંચોઃ Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અસંતુષ્ટોને બોર્ડ નિગમમાં સમાવાશે
5. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અનુદાનિત યોજનાઓ જો બંધ થયેલી હોય તો તે અંતર્ગત રાજ્ય જિલ્લા તાલુકા કક્ષાએ ઉભા કરેલા project implementation અને મોનીટરીંગ યુનિટ અને ઘટકોને બંધ (Board Corporation Shutdown in Gujarat ) કરવાના રહેશે.