ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાવામાં આવ્યું હતું. આ 4 બેઠક માટે કુલ 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપે પોતાના 3 ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 2 ઉમેદવાર પર દાવ રમ્યો હતો. જેમાં ભાજપના ત્રણેય ઉમેદવાર નરહરિ અમીન, રમિલાબેન બારા અને અભય ભરદ્વાજની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત થઇ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.
અભય ભરદ્વાજની રાજ્યસભા ચૂંટણી પર પ્રતિક્રિયા નરહરિ અમીન, રમિલાબેન બારા, અભય ભરદ્વાજ અને શક્તિસિંહ ગોહિલને 36-36 વોટ મળ્યા હતા, જ્યારે ભરતસિંહ સોલંકીને 30 વોટ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 64, ભાજપના 102 અને NCPના 1 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. BTPએ ટ્રાઈબલના મુદ્દાઓ આગળ ધરીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેથી BTPએ આડકતરી રીતે ભાજપને સમર્થન કર્યું હોય, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
નરહરિ અમીનની રાજ્યસભા ચૂંટણી પર પ્રતિક્રિયા આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ કોંગ્રેસે વોટિંગને લઇને પ્રશ્નો ઉભા કર્યા હતા. જેથી મતગણતરી મોડી શરૂ કરવામાં આવી હતી.
રમિલાબેન બારાની રાજ્યસભા ચૂંટણી પર પ્રતિક્રિયા