- ડેપ્યૂટી મેયર બન્યાં પ્રેમલસિંહ ગોલ
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જશવંત પટેલ નિયુક્ત કરાયા
- દંડક તરીકે તેજલ નાયીની નિયુક્તિ
ગાંધીનગર : Gandhinagar Corporation માં આગામી અઢી વર્ષ માટે એસ.સી. કેટેગરીની સીટ હોવાથી ભરત દીક્ષિત અને હિતેશ મકવાણાનું નામ ચર્ચામાં હતું. આખરે હિતેશ મકવાણા મેયર (Gandhinagar New Mayor) તરીકે નિયુક્ત કરાયા હતા. ડેપ્યૂટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની (Gandhinagar Deputy Mayor Premalsinh Gol) નિયુક્તિ કરવામાં આવી છે. વોર્ડ નંબર 7ના ઉમેદવાર છે પ્રેમલસિંહ ગોલ. જેઓ ભાજપ (BJP) તરફી ચુંટણી જીત્યાં હતાં.તેેઓ 6,581 મત મેળવી વિજેતા બન્યાં હતાં. સ્થાયી સમિતિ માટે 12 સભ્યોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. તે પણ બહુમતીના જોરે મંજૂર થતાં જુદી જુદી કેટેગરીમાં સભ્યો નિમાયા છે.
પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે હિતેશ મકવાણા
પહેલી ટર્મમાં અઢી વર્ષ માટે મેયર (Gandhinagar New Mayor) તરીકે હિતેશ મકવાણાની નિયુક્તિ (Gandhinagar Mayor Hitesh Makwana)કરવામાં આવી છે. તેઓ પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાના પુત્ર છે વોર્ડ નંબર 8ના ઉમેદવાર હિતેશ મકવાણા 6,282 મત સાથે વિજેતા બન્યાં હતાં. જેઓનું બેકગ્રાઉન્ડ પણ પોલિટિકલ છે. જેથી તેને ધ્યાનમાં રાખી તેમને મેયર પદનો સરતાજ આપવામાં આવ્યો છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર, ડેપ્યૂટી મેયર સહિતના પદાધિકારીઓ જાહેર કરાયાં કોંગ્રેસે મેયર તરીકે કોઈની પણ દરખાસ્ત ન મૂકી
મેયર પસંદગી માટે નિયમ પ્રમાણે ફોર્મમાં દાવેદારોએ નામો નોંધાવ્યા હતાં. કોંગ્રેસે (Congress) મેયર તરીકે કોઈની પણ દરખાસ્ત મુકી ન હતી. આપ પાર્ટીના જીતેલા એકમાત્ર ઉમેદવાર તુષાર પરીખે (Aap Corporator Tushar Parikh ) મેયર તરીકે દાવેદારી નોંધાવી હતી. તુષાર પરીખની મેયર તરીકે પસંદગીમાં કોંગ્રેસે ટેકો નોધાવ્યો હતો પરંતુ 3 જ મત મળતાં હિતેશ મકવાણા મેયર (Gandhinagar New Mayor) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 41 ઉમેદવારોએ હિતેશ મકવાણાની મેયર પદની દાવેદારીમાં (Gandhinagar Mayor Hitesh Makwana)હાથ ઉંચો કરી સહમતિ દર્શાવી ટેકો જાહેર કર્યો હતો.
આ રીતે તમામ જ્ઞાતિના કોર્પોરેટરોને અપાયો ન્યાય
Gandhinagar Corporation માં ટોટલ 11 વોર્ડ 44 બેઠક છે. જેમાં 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ SC 5 + 1 છે. જેમાં પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7, Obc 3 અને St 1 ઉમેદવાર છે. જેથી તમામ કેટેગરીના ઉમેદવારોને ન્યાય આપવાનો પ્રયત્ન કરાયો છે. મેયર તરીકે હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જશવંત પટેલ નિયુક્ત કરાયા, દંડક તરીકે તેજલ નાયીની નિયુક્તિ તો પક્ષના નેતા પારૂલબેન ઠાકોર નિયુક્ત કરાયાં હતાં.
આ પણ વાંચોઃ હિતેશ મકવાણા બનશે ગાંધીનગર મેયર ?, કહ્યું - " હું ભાજપનો સામાન્ય કાર્યકર્તા છું"
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં બે નામો ચર્ચામાં, જાણો આ વ્યક્તિને મળી શકે છે મેયરનો 'તાજ'