- આવતીકાલે યોજાશેે મતગણતરી
- 8 વિધાનસભા બેઠકની થશે હારજીત નક્કી
- 81 ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીન નક્કી કરશે
- ભાજપની તમામ બેઠકો પર જીતનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો દાવો
- બધાંએ એકસાથે મળીને કામ કર્યું છે : નીતિન પટેલ
ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યપ્રધાનનીતિન પટેલ ચૂંટણીની મતગણતરી પહેલાં ભાજપ પક્ષના તમામ ઉમેદવારોનો જંગી વિજય થશે તેવો દાવો કર્યો હતો. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે 10 નવેમ્બરના રોજ મતગણતરી છે. બધાંએ એકસાથે મળીને કામ કર્યું છે. જ્ઞાતિ-જાતિ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બધાંએ સારું કામ કર્યું છે. તમામ વિધાનસભા એટલે કે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે.
- 81 ઉમેદવારોના ભાવિ ખુલશે
3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં કુલ આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 88 જેટલા ઉમેદવારો નોંધાયાં હતાં. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અપક્ષ સાથેના કુલ એક્યાશી જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ચૂંટણી માટે ઉતર્યા હતાં જેમાં તમામ ઉમેદવારોના ભાવિ 3 નવેમ્બરના રોજ મતદાન પૂર્ણ થતાં જ ઇવીએમ મશીનમાં સીલ થયા હતાં. ત્યારે 10 નવેમ્બરના રોજ જ્યારે મતદાન ગણતરી માટે ઇવીએમ મશીન ખૂલશે ત્યારે તમામના ભાવં ખુલશે.
- સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
10 નવેમ્બરના રોજ સવારે 08:00 8 વિધાનસભાના પેટાચૂંટણી મતગણતરીઓ શરૂ કરવામાં આવશે. મતગણતરીની જો વાત કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અને કોરોનાની ગાઈડ લાઈન સાથે મતગણતરી 8:00 વાગે શરૂ કરવામાં આવશે. આમ 10 નવેમ્બર ભાજપ અને કોંગ્રેસ પક્ષ તથા અપક્ષ ઉમેદવારો માટે મહત્વની સાબિત થશે..
તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે : નીતિન પટેલ - વિધાનસભા પેટાચૂંટણી
3 નવેમ્બરના રોજ ગુજરાતની આઠ ખાલી પડેલ વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું ત્યારે હવે નવેમ્બરના રોજ મતગણતરી યોજાવાની છે. ત્યારે મતગણતરીના એક દિવસ પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે તમામ બેઠકો ઉપર ભાજપનો જંગી વિજય થશે.
તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે : નીતિન પટેલ