ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપના કાર્યક્રમોની જાહેરાત કરી

સમગ્ર દેશમાં ખેડૂત કાયદાને લઈને વિરોધ પ્રદર્શનો યોજાયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને મનાવવા માટે 10 ખેડૂત સંમેલનો 3 દિવસોમાં યોજી નાખ્યા છે. આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્ય કૃષિપ્રધાન પુરષોત્તમ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપના કાર્યક્રમોની જાહેરાત કરી

By

Published : Dec 21, 2020, 5:25 PM IST

Updated : Dec 21, 2020, 5:36 PM IST

  • સમગ્ર ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજાયા
  • આ સંમેલનોમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, રાજ્ય કૃષિપ્રધાન, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વધુ સક્રિય

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં ખેડૂત કાયદાને લઈને વિરોધ પ્રદર્શનો યોજાયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને મનાવવા માટે 10 ખેડૂત સંમેલનો 3 દિવસોમાં યોજી નાખ્યા છે. આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્ય કૃષિપ્રધાન પુરષોત્તમ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેડૂત હિતના અગત્યના કાર્યક્રમની જાહેરાત કરશે

આજે સોમવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રદેશના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સંસદસભ્યો વગેરે સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે. જેમાં ખેડૂતોના હિતને લગતા અગત્યના કાર્યક્રમોની જાહેરાત કરશે.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપના કાર્યક્રમોની જાહેરાત કરી

આગામી સમયમાં ભાજપના વિવિધ કાર્યક્રમો

ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને લઈને ખૂબ જ એક્ટિવ છે. જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તેને લઈને ગત ત્રણ દિવસોમાં દરેક જિલ્લામાં જિલ્લા ઇન્ચાર્જની આગેવાનીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ છે. આ બેઠકો અંતર્ગત આગામી ચૂંટણીઓને લઇને રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે. ખાસ કરીને પેજ કમિટીની રચના ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈનો જન્મદિવસ આવી રહ્યો છે. તે ઉપરાંત સ્વામિ વિવેકાનંદ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પણ જન્મદિન આવી રહયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગોને લઈને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરશે.

ભાજપ યુવા મોરચો પણ યોજશે કાર્યક્રમ

આગામી સમયે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને ગુજરાતના તમામ બૂથ ઉપર તેમના સંસ્મરણોને લઈને યોજાશે, જ્યારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ભાજપની યુવા પાંખ દ્વારા યુવાઓને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિએ ભારતીય જનતા પાર્ટી સમર્પણ દિવસ તરીકે ઉજવશે.

Last Updated : Dec 21, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details