ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ: "ભાજપમાં સદસ્યતા મેળવવા માટે મોબાઈલ હેંગ થઈ જાય એટલી અરજીઓ" - Meeting of Mansukh Mandvia and Purushottam Rupala

કેન્દ્ર સરકારમાં આઠ વર્ષ પૂર્ણ (8 Years of Modi Govt) થતાં ભાજપે રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તો હવે જિલ્લાના ભાજપના તમામ કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમ જ આ કાર્યકમમાં સરકારના 8 વર્ષમાં (Central Govt 8 Years Work) કરેલી વિવિધ કામગીરીની માહિતી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ: "ભાજપમાં ઉમેદવારી મેળવવા માટે મોબાઈલ હેંગ થઈ જાય એટલી અરજીઓ"
કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ: "ભાજપમાં ઉમેદવારી મેળવવા માટે મોબાઈલ હેંગ થઈ જાય એટલી અરજીઓ"

By

Published : Jun 3, 2022, 12:19 PM IST

Updated : Jun 3, 2022, 3:00 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થયાનાં (8 Years of Modi Govt) ઉપલક્ષ્યમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો વગેરે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની માહિતી આપશે. તો કેન્દ્રિય પ્રધાનો દરેક જિલ્લામાં સભાઓ યોજશે. ભાજપના જુદા-જુદા મોરચા સરકારી (BJP Programs in Various Cities) યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરશે.

કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ પર કાર્યક્રમ

ગાંધીનગર જિલ્લામાં કેવા કાર્યક્રમ યોજાશે ? - મળતી માહિતી મુજબ, કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં જાહેર સંબોધન (Meeting of Mansukh Mandvia and Purushottam Rupala) કરશે. જ્યારે દરેક કોર્પોરેટર 75 વૃક્ષોનું વાવેતર કરશે. તો 11થી 13 જૂન દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથી પ્રધાનો, પૂર્વ પ્રધાનો અને કાર્યકરો અન્ય જિલ્લાઓમાં વિસ્તારક તરીકે જશે. તેવી જ રીતે અન્ય જિલ્લાના કાર્યકરો ગાંધીનગર જિલ્લામાં વિસ્તારક તરીકે આવશે. જે બૂથ પર પેજ સમિતિના (Central Govt 8 Years Work) કાર્ય બાકી હોય તેને પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો :કેન્દ્ર સરકાર એજ્યુકેશન ચેનલ લોન્ચ કરશે, શ્રી પીએમ શાળા શરૂ કરવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન

પેજ સમિતિ કાર્ય - ભાજપ જિલ્લા અધ્યક્ષ અનિલ પટેલે જણાવ્યુ હતું કે, પ્રદેશ ભાજપનો ચૂંટણીઓમાં જીત મેળવવાનો ગુરુ મંત્ર પેજ સમિતિની રચના છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સતત તેની પર જોર આપી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા સંદર્ભે જિલ્લાના ભાજપ અધ્યક્ષ અનિલ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં દહેગામ, કલોલ અને માણસામાં પેજ સમિતિની 100 ટકા કાર્ય પૂર્ણ થઈ ચુક્યા છે. જે કાર્ય બાકી છે તે આગળના દસ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યાં સુધી ભાજપની વિસ્તારક યોજનાની વાત છે તો સદસ્યતા મેળવવા માટે મોબાઇલ હેંગ થઈ જાય એટલી અરજીઓ આવી રહી છે.

આ પણ વાંચો :કેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો

કાર્યોની નોંધ ઉપરના સ્તર સુધી લેવાય છે -ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું કે,વર્તમાન રાજકીય પાર્ટીઓમાં (Modi Deeds in 8 Years) સંગઠનાત્મક દ્રષ્ટિએ ભાજપનું સંગઠન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાજપના દ્વારા જે કાર્યક્રમો યોજવામાં આવે છે. જે ટાસ્ક હોદ્દેદારો અને કાર્યકરોને આપવામાં આવે છે. તેની બારીક વિગત ઉચ્ચ હોદ્દેદારો સુધી પહોંચે છે. આ ઉપરાંત કેન્દ્ર સુધી ડિજિટલ ફોર્મેટમાં માહિતી પહોંચાડવામાં આવે છે.

Last Updated : Jun 3, 2022, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details