ગાંધીનગરગુજરાત ભાજપની નેતાગીરી દ્વારા હવે વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવેલા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતના બીજા દિવસે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ( BJP President J P Nadda in Kamlam Meeting ) ખાતે પહોંચ્યા છે જ્યાં તેઓ હાલ જ્યાં તેઓ હાલ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી રહ્યા છે.
મિશન ગુજરાત અંતર્ગત વિધાનસભા ચૂંટણીમાં કયા પ્રકારે પ્રચાર કરવો તથા અલગ અલગ રણનીતિઓના ભાગરૂપે ચર્ચા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. નડ્ડાની બે અલગ અલગ બેઠકોમાં પ્રથમ બેઠકમાં ભાજપ પક્ષના તમામ મોરચાના પ્રમુખો તથા પદાધિકારીઓ હાજર રહેવાના છે. ત્યારબાદ બીજી બેઠક લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે કરવામાં આવશે.કમલમમાં ( BJP President J P Nadda in Kamlam Meeting ) આ બેઠકમાં ભાજપ પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ પર ઉપસ્થિત રહ્યા છે.