- હિંમતનગરના સાંસદે નવરાત્રિ વીડિઓ ફેસબુક પર લાઈવ કર્યો
- સરકારે ગરબા યોજવાની ફરમાવી હતી મનાઈ
- દીપસિંહ રાઠોડે તેમના સોશિયલ એકાઉન્ટમાં ગરબા કર્યાં હતાં લાઈવ
- હવે સરકાર લેશે પગલાં?
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રિમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતી રાખવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યના હિંમતનગરના સાંસદે જ સરકારના નિર્ણયને ઘોળીને પી ગયાં હોય તેવા દ્રશ્યો facebook વીડિયોમાં સામે આવ્યાં છે. આમ આવા વીડિયોને જોઈને હવે રાજ્ય સરકાર તેના પર પગલાં લેશે કે નહીં તે પણ જોવું રહ્યું ? સોશિયલ ડિસ્ટન્સનો મહાભંગ. સાંસદ દીપસિંહ રાઠોડે ફેસબુકના વીડિયોમાં નવરાત્રીના ગરબા લાઈવ કર્યા છે. તેમાં સરેઆમ સામાજિક અંતરનો ભંગ નહીં પરંતુ મહાભંગ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જાહેરમાં ગરબા કરવા નહીં તેમ છતાં પણ જાહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને લોકો ગરબે રમતા પણ જોવા મળ્યાં હતાં.
- દીપસિંહ રાઠોડના વતન ભાગપુરનો આ વીડિયો હોવાનું અનુમાન