ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ - ભાજપ પણ સક્રિય

રાયસણ ખાતે ગાંધીનગર મીડિયા વિભાગની ભાજપની બેઠક યોજાઇ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ભાજપ મીડિયા સેલને કેવી રીતે કાર્ય કરવું તેના પર મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે અને યમલ વ્યાસના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. કોરોના બાદ સ્થગિત કરાયેલી ચૂંટણી જ્યારે પણ જાહેર થાય ત્યારે ભાજપ તૈયાર છે તેવું યમલ વ્યાસે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ
ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ

By

Published : Jun 20, 2021, 3:36 PM IST

  • ભાજપની મીડિયા વિભાગની બેઠક યોજાઇ
  • યજ્ઞેશ દવે અને યમલ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી બેઠક
  • ગાંધીનગર મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખી થઈ ચર્ચા

ગાંધીનગર:મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે અને યમલ વ્યાસના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરના રાયસણના પાર્ટી પ્લોટ ખાતે મીડિયા વિભાગની બેઠક મળી હતી. જેમાં ભાજપ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં ભાજપની પ્રાથમિક કામગીરીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને કાર્યકર્તાઓને આગામી સમયમાં કઇ દિશામાં કાર્ય કરવું જોઈએ તેમને વધુ સક્ષમ બનાવવા વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ

આ પણ વાંચો:રૂપાણી કેબિનેટમાં મોટા ફેરફારની સંભાવના, કોણ કપાશે? કોને પ્રધાનપદ મળશે?

ગાંધીનગર મનપા ચૂંટણીના પગલે મીડિયા સેલની બેઠક

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર ભાજપનું સંપૂર્ણ ધ્યાન છે. આ ચૂંટણી કોરોનાના કારણે સ્થગિત કરાઈ હતી. પરંતુ, કોરોનાના કેસો રાજ્યભરમાં ઓછા થઈ રહ્યા છે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેથી, બીજેપી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીના પગલે ભાજપ મીડિયા સેલને કેવી રીતે કાર્ય કરવું તેને લઈને આ મિટિંગમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મનપાની ચૂંટણીમાં ભાજપ સાથે કોંગ્રેસ તેમજ આપ પણ પોતાની દાવેદારી નોંધાવી ચુક્યું છે. ત્યારે, ત્રિપાંખિયા જંગમાં ભાજપ પણ સક્રિય થઇને અત્યારથી જ રણનીતિ બનાવી રહી છે.

ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ

આ પણ વાંચો:જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં મીડિયા કન્વીનરો અને મીડિયા ટીમના સભ્યો હાજર રહ્યા

કોરોનામાં સ્થગિત કરાયેલી ચૂંટણી જ્યારે પણ જાહેર થાય ત્યારે ભાજપ આ ચૂંટણી લડવા માટે ગમે ત્યારે તૈયાર હશે. તેવું બીજેપી નેતા અને પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું. યમલ વ્યાસના અધ્યક્ષ સ્થાને આ મીડિયા વિભાગની બેઠક મળી હતી. જેમાં, ઝોન મીડિયાના કન્વીનર, મીડિયા ટીમના સભ્યો અને સહ કન્વીનર વગેરે હાજર રહ્યા હતા. જેમને આગામી મનપા ચૂંટણીમાં ક્યાં પ્રકારની રણનીતિ બનાવી આગળ વધવું તેના પર ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details