આખરે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનું જોર ન ચાલ્યું, કોંગ્રેસનો વિજય
સત્તાની સાઠમારીમાં ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીમાં છેવટે કોંગ્રેસે જ બાજી મારી લીધી હતી. 9 સપ્ટેમ્બરે પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂમટણીમાં ભાજપના સભ્યોએ ભારે ધાંધલધમાલ મચાવી ચૂંટણી મુલતવી રખાવી હતી પણ છેવટે આજે ફરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં આખરે કોંગ્રેસના સભ્યો ચૂંટણી જીતી ગયાં હતાં.
આખરે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનું જોર ન ચાલ્યું, કોંગ્રેસનો વિજય
ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુર્ણ થયા બાદ આજે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. ગાંધીનગર કલેકટર કચેરીના સમિતિ ખંડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બહુમતીથી ચૂંટાઇ આવ્યાં હતાં. કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખને 16 મત, જ્યારે ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખને 11 મત મળતા તેમનો પરાજય થયો હતો. આખરે ભાજપનો સત્તાનું જોર ચાલ્યું ન હતું અને કોંગ્રેસનો વિજય થયો હતો.