ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપે પાલઘરની ઘટનાના અપરાધીઓને કડક સજાની માગ કરી - પાલઘર

ગુજરાત ભાજપ પ્રવક્ત ભરત પંડ્યાએ એક નિવેદનમાં મહારાષ્ટ્રના પાલઘરમાં બનેલી સંતની હત્યાના બનાવને વખોડી કાઢતાં અપરાધીઓને કડક સજાની માગણી કરી હતી.

ભાજપે પાલઘરની ઘટનાના અપરાધીઓને કડક સજાની માગ કરી
ભાજપે પાલઘરની ઘટનાના અપરાધીઓને કડક સજાની માગ કરી

By

Published : Apr 21, 2020, 12:30 AM IST

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે,મુંબઈ-પાલઘર પાસે બે સાધુ-સંન્યાસી અને એક ડ્રાઈવરની એમ કુલ ૩ હત્યાંના મીડિયા-સોશિયલ મીડિયા પર આવેલ દ્રશ્યો કોઈપણ વ્યક્તિ માટે આઘાતજનક, શરમજનક અને દુ:ખદ છે.

તેમાં પોલીસની ઉપસ્થિતિ અને નિષ્ક્રિયતા વધુ આઘાતજનક છે. આ પ્રકારની શૈતાનને પણ શરમાવે તેવી ક્રૂર ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને ત્રણેય વ્યક્તિઓને હ્રદયપૂર્વકની શ્રદ્ધાંંજલિ આપે છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા સાધુસંતો અને લોકોની લાગણી-આક્રોશને ધ્યાનમાં લઈને હત્યારાઓને આવી ક્રૂરતા બદલ તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની ભાજપ માગણી કરે છે.

ABOUT THE AUTHOR

...view details