- રાજ્યમાં ઇલેક્શન પહેલા ગુજરાતી અને નોનગુજરાતી મુદ્દો જામ્યો
- ભાજપના રાજમાં ગુજરાતીઓ પણ ભયમાંઃ કોંગ્રેસ
- ભાજપઃ કોંગ્રેસ ફક્ત વોટબેંક માટે કરી રહી છે નિવેદન
- ગુજરાતમાં અન્ય રાજ્યના લોકોએ વસાવી છે સંપતિઓ
- દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદ વિધાનસભા વિસ્તારમાં નોન ગુજરાતીના મહત્વના વોટ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત Congress ની જવાબદારી લેનારા રાજસ્થાન આરોગ્યપ્રધાન રઘુ શર્માએ ગુજરાતમાં અન્ય રાજ્યના લોકો સુરક્ષિત ન હોવાનું જાહેરમાં નિવેદન કર્યું હતું. હવે આ મુદ્દો રાજકારણમાં ચગ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં પરપ્રાંતીયો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતમાં સરળતાથી રોજગારી પ્રાપ્ત થતી હોવાને કારણે પરપ્રાંતીયો ગુજરાત તરફ દોરાઈ આવે છે.
ગુજરાતમાં ગુજરાતી અને નોન ગુજરાતી બન્ને ભયમાં જીવી રહ્યાં છે : મનીષ દોશી
ગુજરાતના Congress પ્રભારી શર્માના પરપ્રાંતીય અસુરક્ષિત નિવેદન બાબતે વધુ સમર્થન કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે ફક્ત પરપ્રાંતીઓ નહીં પરંતુ ગુજરાતીઓ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ સીધી રીતે પોતાના ધંધો કરી શકતા નથી અને BJP નો ભય તેમને સતાવી રહ્યો છે. ભાજપ ભયના કારણે જ સત્તા પર આવે છે સત્તા ટકાવી રાખવા અને સત્તા પર આવવા માટે હંમેશા શામ દામ દંડ અને ભય રાખે છે.
કોંગ્રેસ 70 વર્ષથી ભાગલા પાડવાનું કરી રહી છે કામ : યમલ વ્યાસ
ગુજરાત BJPના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે Congress છેલ્લા 70 વર્ષથી ભાગલા પાડવાનું જ કામ કરી રહી છે. પહેલા કોંગ્રેસે હિંદુ અને મુસલમાન વચ્ચે ભાગલા પડાવ્યા અને રાજ કર્યું. ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા માટે તેઓ હવે ગુજરાતીઓ અને પરપ્રાંતીઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે અને તેના માટે જ નિવેદન કરવામાં આવ્યું છે.
કઈ વિધાનસભા વિસ્તારમાં પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યાં છે
અમદાવાદ શહેર
અમદાવાદ જિલ્લો
સુરત શહેર
સુરત જિલ્લો
અંકલેશ્વર
બરોડા
ભરૂચ
કચ્છ
જામનગર
નવસારી
વાપી
કયા રાજ્યમાંથી આવી રહ્યાં છે પરપ્રાંતીય નાગરિકો
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
ઝારખંડ
બિહાર
હરિયાણા
છત્તીસગઢ
ઓડિશા
ગુજરાતમાં પાણીપુરીવાળાથી માંડીને ઉદ્યોગકારો છે રાજ્યની બહારના