ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર - સી.આર.પાટીલ

રાજ્યની 6 મહાનગરપાલિકાના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ પક્ષના પદાધિકારીઓ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતા હેઠળ બીજી વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. 3 દિવસ ચાલેલી આ બેઠક બાદ તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આજે ગુરુવારે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર
ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર

By

Published : Feb 11, 2021, 10:47 PM IST

ભાજપે જાહેર કર્યા ઉમેદવારના નામ

ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારની જાહેરાત

અનેક લોકોએ દાવેદારી માટે કરી હતી અરજી

ગાંધીનગર: રાજ્યની 6 મહાનગરપાલિકાના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ પક્ષના પદાધિકારીઓ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતા હેઠળ બીજી વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. 3 દિવસ ચાલેલી આ બેઠક બાદ તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આજે ગુરુવારે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

જાણો કોને મળ્યું ઉમેદવારી માટેનું મેન્ડેટ

ક્રમ બેઠક ઉમેદવારનું નામ
1 અડાલજ જયા ઠાકોર
2 છાલા હસમુખ પટેલ
3 ચિલોડા કવિતા સંગાડા
4 સરઢવ હંસા પટેલ
5 ઉવારસદ ભરતજી ઠાકોર
6 વલાદ રંજન જાદવ
7 ભોંયણી મોટી સીતા ઠાકોર
8 બોરીસણા દિનેશ ઠાકોર
9 પાલિયડ અનિલ પટેલ
10 પાનસર કુસુમ પરમાર
11 સાઇજ ભગવતી ઠાકોર
12 સાંતેજ રામાજી ઠાકોર

માણસા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર

ક્રમ બેઠક ઉમેદવારનું નામ
1 બિલોદ્ર અમરત રાઠોડ
2 ચરાડા લીલા પટેલ
3 ઈટાદ્રા શિલ્પા પટેલ
4 લોદ્રા કલ્પેશ પટેલ
5 મહુડી જશવંતસિંહ રાઠોડ
6 સમો પીના ચૌધરી
7 સોજા કિરણસિંહ વાઘેલા

દહેગામ જિલ્લા પંચાયતની બેઠક

ક્રમ બેઠક ઉમેદવારનું નામ
1 અમરાજીના મુવાડા પારસ બીહોલા
2 બહિયલ જયશ્રી પટેલ
3 હાલીસા નાથુ પટેલ
4 હરખજીના મુવાડા કાંતા ચૌહાણ
5 કળજોદ્રા રાજેન્દ્ર રાઠોડ
6 રખિયાલ ભારતસિંહ ઝાલા
7 સણોદા ગુણવંતસિંહ ચાવડા

અનેક લોકોએ કરી હતી દાવેદારી

ગાંધીનગર જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને અનેક લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ તરફે 141 લોકોએ, તાલુકા પંચાયતની 80 બેઠક માટે ભાજપ તરફે કુલ 283 લોકોએ અને 2 નગરપાલિકાના 18 વોર્ડ માટે ભાજપ તરફે 217 લોકોએ દાવેદારી કરી હતી.

જિલ્લા પંચાયતની કુલ 28 બેઠક માટે ભાજપ તરફે દાવેદારીનું પ્રમાણ

  • ગાંધીનગર 8 બેઠક - 32
  • માણસાની 7 બેઠક - 45
  • દહેગામની 7 બેઠક - 44
  • કલોલની 6 બેઠક - 20
  • કુલ 141 લોકોની દાવેદારી

2 નગરપાલિકામાં ભાજપ તરફે દાવેદારીનું પ્રમાણ

  • દહેગામ - 7 વોર્ડ માટે 103 લોકોની દાવેદારી
  • કલોલ - 11 વોર્ડ માટે 114 લોકોની દાવેદારી
  • કુલ 217 લોકોની દાવેદારી

તાલુકા પંચાયત પ્રમાણે ભાજપ તરફે દાવેદારીનું પ્રમાણ

  • માણસા તાલુકા પંચાયતની 26 બેઠક માટે 101 દાવેદારી
  • દહેગામ 28 બેઠક માટે 10 દાવેદારી
  • કલોલ 26 બેઠક માટે 81 દાવેદારી
  • કુલ 283 લોકોની દાવેદારી

ABOUT THE AUTHOR

...view details