ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયાની 100મી જન્મ જયંતિ નિમિત્તે દિલ્હીથી સો રૂપિયાના પ્રતીક સિક્કાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજમાતા વિજયારાજે સિંધિયાએ પાર્ટીમાં કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન પાળવાનું વચન આપ્યું - Chief Minister Vijay Rupani
રાજમાતા વિજયારાજે સિંધિયાની 100મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી સો રૂપિયાના પ્રતિક સિક્કાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજમાતા વિજયારાજે સિંધિયાના જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં કરેલી મહત્વની કામગીરીની પ્રશંસા કરી હતી.
![વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન પાળવાનું વચન આપ્યું assembly-by-elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9150633-536-9150633-1602510416643.jpg)
નરેન્દ્ર મોદીના જીવંત કાર્યક્રમને નિહાળવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમ ઉપરાંત આગામી 3 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી અને તેના પ્રચારને લઈને ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું વચન આપ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, ભીખુ દલસાણીયા વગેરેએ ચર્ચા કરી હતી.